નિર્ણય:BScનું પ્રોવિઝનલ મેરીટ જાહેર 3જી સુધીમાં ભૂલ સુધારી શકાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BSc કોમ્પ્યુટર સાયન્સમાં 6, BScના 92 છાત્રોની ક્વેરી નીકળી

વીએનએસજીયુએ બીએસસીની સાથે બીએસસી કોમ્પ્યુટર સાયન્સની પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરી છે. જે યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ મૂકાય છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને એવી સૂચના આપી છે કે પ્રોવિઝન મેરીટ લિસ્ટમાં માર્ક્સ, કેટેગરી, બોર્ડ સહિત કોઇ પણ ભૂલ જણાય તો પછી આગામી ત્રીજી જૂન સુધીમાં સુધારી દેવાની રહેશે.

જે ભૂલ વિદ્યાર્થીઓ ડેશબોર્ડ પર જઇને સુધારી શકશે. બીએસસી કોમ્પ્યુટર સાયન્સમાં 6, બીએસસી સુરત ઝોનમાં 40, બીએસસી નવસારી ઝોનમાં 24, બીએસસી વલસાડ ઝોનમાં 35, બીએસસી બારડોલી ઝોનમાં 6 અને ભરૂચ ઝોનમાં 27 વિદ્યાર્થીઓના ફોર્મમાં યુનિવર્સિટીએ ક્વેરી નીકાળી છે.

જેમાં વિદ્યાર્થીઓએ જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા નથી અને કર્યા છે તો તે વંચાય એવા અપલોડ કર્યા નથી. 3જૂન સુધી વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં કરશે તો પછી આગામી દિવસોમાં તેમના ફોર્મ રદ કરવા સુધીના પગલા પણ લેવાય શકે છે.

બારડોલી ઝોનમાં હાઇએસ્ટ્સ 92% પર્સન્ટેજ
બીએસસી કોમ્પ્યુટર સાયન્સની પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં 52 છાત્રોમાં હાઇએસ્ટ પર્સન્ટેજ 85% છે. બીએસસી સુરત ઝોનમાં 1459 છાત્રોમાંં હાઇએસ્ટ પર્સન્ટેજ 85%, બીએસસી નવસારી ઝોનમાં 1203 છાત્રોમાં 92% છે. વલસાડ ઝોનમાં 1111 છાત્રોમાં 87%, બારડોલી ઝોનમાં 548 છાત્રોમાં 79% અને ભરૂચ ઝોનમાં 584 છાત્રોમાં હાઇએસ્ટ પર્સન્ટેજ 85% છે.

અન્ય સમાચારો પણ છે...