દરખાસ્ત મુલતવી:2.50 કરોડના ખર્ચે બગીચા નવીન કરવાની દરખાસ્ત મુલતવી રખાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરનાં 28 મોટા ગાર્ડનોને PPP ધોરણે સોંપવા તૈયારી
  • મેઇન્ટેનન્સ પાછળ ઘણો મોટો ખર્ચ થાય છે: સ્થાયી અધ્યક્ષ

શહેરના 10,000 ચો.મી વિસ્તારથી મોટા તમામ ગાર્ડન, લેક ગાર્ડનોની રૂપિયા અઢી કરોડના ખર્ચે મેઈન્ટેનન્સ અને રિપેરિંગ કરવાની જુદી-જુદી 5 દરખાસ્તો પર સ્થાયી સમિતિએ હાલમાં બ્રેક મારી દીધી છે. ઉધના, વરાછા, રાંદેર, અઠવા, કતારગામ, સેન્ટ્રલ ઝોન વિસ્તારના મોટા ગાર્ડનોની મરમ્મત પાછળ અઢી કરોડ ખર્ચાનો અંદાજ છે.

પાલિકાએ ગાર્ડનોના મેન્ટેનન્સ અને નિભાવ પાછળ મોટો ખર્ચ ઉઠાવવો પડે છે ત્યારે શહેરના મોટા એવા 28 જેટલા ગાર્ડનોને પીપીપી ધોરણે સોંપવા નવી નીતિ બનાવવામાં આવશે તે માટે પાલિકા કમિશનરને અધિકૃત કરાયા છે. જ્યારે કતારગામ‌ ફા. પ્લોટ નંબર-194ના પાર્ટી પ્લોટને પાર્કિંગ સહિત ભાડેથી આપવા બાબતની દરખાસ્ત પણ મુલત્વી છે. આ માટે પણ નવી નીતિ બનાવી 12 વાગ્યા પછી લેવામાં આવે તો સ્પેશિયલ ચાર્જ નક્કી થશે. સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, ગાર્ડનોના મેન્ટેનન્સ, રિપેરિગ પાછળ ઘણો ખર્ચ થાય છે.

10 હજાર ચો.મીથી મોટા 28 ગાર્ડનોને તેથી પીપીપી હેઠળ લઈ જવાશે તેમજ સીએસઆર ફંડમાંથી આવા ખર્ચ થઈ શકે છે. આવી કંપનીઓના નામ જે તે ગાર્ડન ખાતે લખવામાં આવશે અને આવી કંપનીઓ ગાર્ડનોનો નિભાવ કરી શકે તે પ્રમાણે નવી નીતિ તૈયાર કરાશે.

ઉધના-ભેસ્તાનના બગીચા ટોરંટ કંપનીએ માંગ્યા
પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગાર્ડનોના નિભાવ તેમજ મરમ્મત માટેની જોગવાઈ પીપીપી મોડલ તરફ લઈ જવાશે. ટોરંટ દ્વારા ભેસ્તાનનું ગાર્ડન માંગવામાં આવ્યું છે, જ્યારે ઉધનાનું રાણી લક્ષ્મીબાઈ ગાર્ડન પણ સાથે લેવા પાલિકાએ ભલામણ કરી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...