તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે ત્યારે જ નેતાઓને લોકો યાદ આવતાં હોય છે પરંતુ ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી લોકોના પ્રશ્નો ભૂલી જતા હોય તેવું સામાન્ય છે. ત્યારે મહાનગરપાલિકાના પુણા પશ્ચિમ વિસ્તારમાં વર્ષોની સમસ્યા હજુ યથાવત જ હોવાનું લોકો કહી રહ્યાં છે. અર્ચના ખાડીનો વર્ષો જૂનો પ્રશ્ન હોય કે, આ વિસ્તારમાં આવેલી કબ્જા રસિદવાળી સોસાયટી માટે આંદોલન કરતાં લોકો કોઈના પ્રશ્ન હલ થયા નથી. સતત વધતાં વેરાઓની વચ્ચે આ વિસ્તારના લોકોને હજુ પૂરતા પ્રેશરથી પાણી પણ ન મળતું હોવાનું લોકો કહી રહ્યાં છે. આરોગ્યની સાથે સાથે ગંદકીના અને રસ્તા પર ભરાતી શાકમાર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યા પણ યથાવત રહી છે.
સોસાયટીમાં પાણી ન મળતાં લોકો બોરના ભરોસે
શિવશક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ વિનુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટી બન્યાને 20 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. પાલિકા પાણી આપવાનું ભૂલી ગઈ હોય એમ ધ્યાન આપતી નથી. સોસાયટીમાં અનેક પાઈપલાઈનો લોકોએ પોતાના ખર્ચે નાખી છે. બોરના પાણીના ભરોસે રહેવું પડે છે. પાણીનો પ્રશ્ન કાયમી છે. જે પાઈપ નંખાઈ છે તેમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી.
અર્ચના ખાડીનો પ્રશ્ન ઉકેલાતો નથી
પુણા ગામની અંજની સોસાયટીમાં રહેતા ભુપેન્દ્ર ધીરૂભાઈ ઘાડિયા (ઉ.વ. 49)એ જણાવ્યું હતું કે,સફાઈ સમય સર થતી નથી.અર્ચના ખાડીનું કામ ચાલુ છે. પાણી રોકવામાં આવે છે. 3 વર્ષથી કોઈ નિકાલ થયો નથી.મચ્છર અને બીમારીમાં લોકો સપડાય છે.રોડ વચ્ચેન ટ્રાન્સફોર્મર ઉભા થયેલા છે તેનો કોઈ નિકાલ કરાતો નથી. કોર્પોરેટર દ્વારા કોલેજની માંગણી કરાઈ છે. એની પર કોઈ ધ્યાન આપતું નથી.
રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધે છે
યોગેશ્વર સોસાયટીમાં રહેતા રામજીભાઈ કાતરીયા (ઉ.વ. 60)એ જણાવ્યું હતું કે,તેઓ હીરામાં મેનેજર હતા હાલ નિવૃત છે. રસ્તા વચ્ચે જ શાક માર્કેટ ભરાતી હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન રોજનો રહે છે. શાક માર્કેટ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. બાળકો, વૃદ્ધો માટે બગીચાની વ્યવસ્થા નથી કે નથી કોઈ તરણકુંડ માત્ર રસ્તો છે અને તેમાં પણ વાહનો પાર્ક થયેલા હોવાથી છાસવારે ટ્રાફિકનો પ્રશ્ન રહે છે.
દસ્તાવેજ માટે લોકો ઝૂરે છે
અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા પારસભાઈ જૈન (ઉ.વ. 52)એ જણાવ્યું હતું કે,1998 માં રોડ સર્વે કરી ખુલ્લા કરવાની વાત હતી. દર વર્ષે માપણી કરવા આવે પણ રોડ ખુલ્લા નથી કરતા,દસ્તાવેજમાં જટિલ પ્રક્રિયા બંધ થવી જોઈએ, 1947 થી આજદિન સુધીના પૂરાવા ક્યાંથી લાવવા તે પ્રશ્ન છે. દસ્તાવેજ માટે ડ્રાફ્ટ ભરેલા છે, 4 વર્ષ થઈ ગયા હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો.ફાઈલ વાળી સોસાયટીને સૂચિત કરવાની શુ જરૂર છે કાયદાની આટીઘૂંટીમાં ભેરવી હેરાન કરવામાં આવે છે.
વોર્ડ નંબર-16ના મતદારોની સંખ્યા
પુરુષ -57674 સ્ત્રી -44107 અન્ય -0 કુલ - 101781
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.