મોટા-નાના વરાછાને જોડતા 115 કરોડના ખર્ચે બનેલા તાપી બ્રિજ પરથી વરાછા તરફ ઉતરતા-ચઢતા વાહનોને લીધે જંકશન પર ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ટ્રાફિકના ઉકેલ માટે જ બ્રિજ બનાવવા છતાં સાંકડા રેમ્પ, મેઇન રોડ પર આડેધડ પાર્કિંગ, પોલીસનો અભાવ હોવાથી લોકો હેરાન થઈ રહ્યા છે.
રેમ્પ પહોળા કરવા એજન્સીની નિમણૂંક
તાજેતરમાં જ લોકાર્પણ બ્રિજના કાપોદ્રા તરફના છેડે બંને રેમ્પ સિંગલ લેન હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે. પાલિકાએ રેમ્પ પહોળા કરવા એજન્સી પણ નીમી છે.
કુલ 167 કરોડના ખર્ચે કલાકુંજ સુધી સાકાર થનારો બ્રિજ હાલમાં નાના વરાછામાં સંપૂર્ણ બની જતાં લોકાર્પિત કરી દેવાયો છે, જેથી યોગી ચોક તરફ જતા વાહનો પણ હાલમાં નાના વરાછા ખાતે જ ઉતરી રહ્યાં હોવાથી સમસ્યા વકરી છે. આમ, ટ્રાફિક સમસ્યા દૂર કરવા બનાવેલા બ્રિજ પાસે જ સમસ્યા વકરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.