તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ખોલવડમાં દબાણ હટાવાયા, જૂનથી IIIT બિલ્ડિંગ બનશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે જમીનનો કબ્જો ડિરેક્ટરને સોપ્યો

રાજ્ય સરકારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું બિલ્ડિંગ બનાવવા માટે કામરેજ ખોલવડ ગામમાં ખેતીવાડી ફાર્મની 1,13,159 ચોરસ મીટરની જમીન ફાળવામાં આવી હતી.

જો કે, તેની પર સ્થાનિક રહીશોએ ખોટી રીતે બાંધકામ કર્યું હોવાથી જમીનનો કબ્જો આઇઆઇઆઇટીના ડિરેક્ટર જે. એસ. ભટ્ટને મળ્યો ના હતો. જેથી કલેક્ટર ડો. ધવલ પટેલના આદેશથી મામલતદારે ખોટી રીતે દબાણ કરનારા સ્થાનિક રહીશોને નોટીસ પાઠવી હતી અને તે પછી સોમવારે તે દબાણ દૂર કરી આઇઆઇટીના ડિરેક્ટરને જમીનનો કબ્જો સોપ્યો હતો. આઇઆઇઆઇટીના ડિરેક્ટર જે. એસ. ભટ્ટથી જણાય આવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે ગુજરાત ગેસ લિમિટેડ, ગુજરાત ઇન્ફોમેટિક લિમિટેડ અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની મળી પીપીઇ ધોરણ પર આઇઆઇઆઇટી બનાવી રહી છે.

જોકે, તેને બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે ખાનગી કંપની મળી 128 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. સોમવારે કબ્જો મળ્યો છે. જેથી હવે સરવે કરી લેન્ડ ટેસ્ટ કરાશે અને તે પછી બિલ્ડિંગના પ્લાન સહિતની કાર્યવાહી હાથ ધરાશે. અમે જૂન 2021 સુધીમાં બિલ્ડિંગનું કામ શરૂ કરી દઇશું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો