કામગીરી:માંડવી નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પૂર્ણતાના આરે પહોંચી

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી નગરપાલિકા દ્વારા છેલ્લા દોઢેક મહિનાથી પહેલા શરૂ કરાયેલી પ્રિ મોન્સૂનની કામગીરી દરમિયાન નગરના મહંદંશે ચેમ્બરો સહિત ગટરની સફાઈ કરવામાં આવી છે. માંડવી નગરપાલિકાની ગટર સમિતીના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ તથા શાખાના અધિકારી રાહુલ ઉપાધ્યાયની દેખરેખ હેઠળ શરૂ કરાયેલી પ્રિમોન્સૂની કામગીરીમાં અંદાજિત 45 ગટરોની સફાઈ કરવામાં આવી છે.

જરૂર જણાય ત્યાં વરસાદી ગટરની સફાઈ ડિસીલ્ટથી કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ ભરાતા પાણીના નિકાલ માટે ભૂગર્ભ પાઈપલાઈનની સુવિધા ઊભી કરી છે. આગામી દિવસોમાં મટન માર્કેટ નજીક બે ચેમ્બર તથા રાકેશ પંચાલ પાસે બે ચેમ્બરની સફાઈની હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...