સુરતની કડોદરા GIDC આગ:પ્રાથમિક તપાસમાં ગંભીર બેદરકારી સામે આવી, બહાર નીકળવા માટે સુવિધા જ નહોતી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ ઘટનાની તપાસ દરમ્યાન કારખાનામાંથી બહાર નીકળવા માટે ઈમરજન્સી રસ્તો ન હતો અને ફાયર કે સુરક્ષાની અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. એટલું જ નહીં ફેક્ટરીનું કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન પણ કરાવાયું ન હતું. આથી ફેક્ટરીના માલિક અને સંચાલકો દ્વારા સોથી વધુ માણસો રાખી ફાયર સુવિધા કે બહાર નીકળવા માટે ઈમરજન્સી સુવિધા ન રાખી ગંભીર પ્રકારની બેદરકારી છતી થઈ હતી.

એક સમયે લાગ્યું કે જીવતા બચીશું જ નહીં
અમે મિલમાં ત્રીજા માળે કામ કરી રહ્યા હતા એકાએક આગ લાગતા અંધારામાં ચારે બાજુ ધુમાડો હતો. એક સમયે એવું લાગ્યું કે જીવિત બચીશું કે નહીં પરંતુ ફાયરની ટીમ આવી અને હાઇડ્રોલિક ક્રેનની મદદથી અમને 5 થી 6 ની ટુકડી બનાવી નીચે ઉતાર્યા હતા. - મહમદ જાવેદ, કામદાર

ઈમરજન્સી સુવિધાનો સદંતર અભાવ જોવા મળ્યો
પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં ઈમરજન્સી સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હતી. જેને લઈ ફેક્ટરી માલિક અને મેનેજર સહિત ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ ચાલુ છે. - હેમંત પટેલ, પી.આઈ, કડોદરા જી.આઈ.ડી.સી

અન્ય સમાચારો પણ છે...