તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઝ ઓફ ડેથ આપી દીધું છે, પછી હું પોસ્ટ મોટર્મ કેમ કરું, કોઈ જરૂર નથી PMની, મૃતદેહ પરિવારને આપી દો.. કહી સુરત સિવિલ હોસ્પિટલના એક મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસ અને મૃતકના સંબંધીઓએ ધક્કે ચઢાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે ભાનમાં આવ્યા બાદ મેડિકલ ઓફિસરે પોસ્ટમોર્ટમ કરી આપવાની તૈયારી બતાવી હતી. પેરાલીસીસગ્રસ્ત વૃદ્ધાનું સિવિલમાં મોત થયા બાદ MLC કેસ હોવાના કારણે મૃતદેહ પોસ્ટ મોર્ટમમાં મૂકાવી દેવાયો હતો. 14 કલાક સુધી પોસ્ટમોર્ટમને લઈ ઉભા થયેલા વિવાદને લઈ મેડિકલ ઑફિસરોનો જ ગાઈડ લાઇનથી વાકેફ ન હોવાનું સામે આવ્યું હતું.
પેટના ભાગે ઈજા થતા વૃદ્ધાને સિવિલ લવાયેલા કુંદન ભગવત યાદવ (મૃતક સુશીલાબેનનો દીકરો) એ જણાવ્યું હતું કે, મારી મમ્મી સુશીલાબેન (ઉ.વ.આ. 60 )રહે. અટલાદરા ઝઘડિયા ભરૂચના રહેવાસી છે. છેલ્લા ત્રણ વર્ષથી લકવાગ્રસ્ત છે. 21 ડિસેમબરના રોજ બીમાર માતાની સારવાર બાદ એમને ઘરે લાવી રહ્યા હતા. ત્યારે ઘરમાં જ મારા હાથમાંથી માતા છટકી જતા જમીન પર પટકાયા હતાં, એટલે તેમને પેટના ભાગે ઇજા થઇ હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તબીબોએ MLC કેસ કઢાવી માતાને દાખલ કરી દીધી હતી.
મૃતદેહ ટ્રોમા સેન્ટરમાં મૂકાયો હતો
મારી મમ્મીનું 28 ડિસેમ્બરની સાંજે વોર્ડમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એટલે સારવાર કરનાર ડોક્ટરોએ તમામ કેસ પેપર અને કોઝ ઓફ ડેથ સાથે મૃતદેહ ટ્રોમાં સેન્ટરમાં મોકલી આપ્યો હતો. અમે આજીજી કરતા રહ્યા કે, મમ્મીનું પોસ્ટ મોર્ટમ નથી કરાવવું પણ ડોક્ટરો માન્યા નહિ અને મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂકાવ્યો, આજે સવારે જ્યારે પોલીસ ઇન્કવેસ્ટ ભરી પોસ્ટ મોર્ટમ માટે આવે તો મેડિકલ ઓફિસર ડો. MC ચૌહાણ કહે છે કે, કોઝ ઓફ ડેથ આપી દીધું છે તો પોસ્ટ મોર્ટમ કેમ કરાવો છો. અમે ચોંકી ગયા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે પોસ્ટ મોર્ટમ કરાવવું કે ન કરાવવું એ તો પોલીસના હાથમાં હોય છે પછી ડૉક્ટર ના કેમ પાડી શકે તેમ વધુમાં કુંદન યાદવે જણાવ્યું હતું.
મોટાભેગ પીએમ કરવાનું હોય છે-RMO
ડો.કેતન નાયક (RMO સુરત સિવિલ) એ જણાવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ કરવું કે નહિ તેનો હુકમ પોલીસ કરતી હોય છે. એટલે પોલીસ ઇન્કવેસ્ટ પર મેડિકલ ઓફિસર આવું ના લખી શકે, પોસ્ટ મોર્ટમને લઈ પોલીસ સાથે વાર્તાલાભ કરી શકાય, ફોર PM લખાયને વોર્ડમાંથી આવતી ડેથ બોડીનું મોટાભાગે પોસ્ટ મોર્ટમ કરવાનું જ હોય છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.