તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Possibility Of A Third Wave Of Corona At The End Of August Urges To Make Adequate Arrangements In The 1600 Beds Of Civil

તકેદારી:ઓગસ્ટના અંતમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સિવિલના 1600 બેડમાં પૂરતી વ્યવસ્થા કરવા તાકીદ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલેક્ટરના અધ્યક્ષસ્થાને સિવિલમાં બેઠક, ઓક્સિજન સ્ટોરેજ વધારવા સૂચના
  • સ્ટેમસેલ બિલ્ડિંગમાં 2 ઓ.ટી., લેબરરૂમ તથા NICU-PICU તૈયાર કરાશે

ઓગસ્ટના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની આગોતરી તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને નવી સિવિલમાં ડીન, સુપ્રિન્ટેન્ડેન્ટ અને વિભાગીય વડાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને પ્રથમ લહેર અને બીજી લહેરના આંકડાઓની માહિતી મેળવી તેના આધારે ત્રીજી લહેરમાં કયા કયા આગોતરા આયોજન કરી શકાય તે બાબતે ચર્ચા થઈ હતી. બેઠકમાં કલેક્ટરે તાકીદ કરી હતી કે, સિવિલ હોસ્પિટલમાં 1600 બેડ સાથે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.

કોરોનાની સંભવીત ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવે તેવી શક્યતાને પગલે સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગે પણ સંભવીત જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારીઓ હાથ ધરી છે. ત્યારે કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને સિવિલ હોસ્પિટલમાં ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ અલગ અલગ વિભાગના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા પહેલી વેવ અને બીજી વેવના આંકડાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્રીજી વેવ માટે અાગોતરા આયોજનના ભાગરૂપે હોસ્પિટલમાં કઈ કઈ જરૂરીયાતો રહેશે તે બાબતે ચર્ચા હાથ ધરાઈ હતી.

ખાસ કરીને અગાઉની બંને વેવમાં સિવિલના મેઈન બિલ્ડીંગમાં કોવિડ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હોવાથી નોન કોવિડ સારવાર બંધ કરવી પડી હતી. જથી આવખતે સ્ટેમસેલ બિલ્ડીંગમાં કોરોના પોઝિટિવ પ્રસુતાને દાખલ કરી શકીએ તે માટે લેબરરૂમ, સીઝર ઓપરેશન માટે ૧ ઓપરેશન થિયેટર, અન્ય સર્જરી માટે અલગ ઓપરેશન થિયેટર, બાળકો માટે એનઆઈસીયુ, પીઆઈસીયુ, તેમજ કોરોના પોઝિટિવ આરોપીને દાખલ કરી શકાય તે માટે પ્રિઝનર વોર્ડની વ્યવસ્થા કરવા માટે ભલામણ કરી હતી. આ સાથે પહેલા અને બીજા વેવમાં મેનપાવરની સમસ્યા સર્જાઈ હતી. જેથી જરૂરીયાત મુજબનો મેન પાવર મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી. બીજા વેવમાં ૭૦ ટન જેટલા ઓક્સિજનની જરૂરીયાત પડી હતી. તો તે માટે સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કેપેસીટી છે કે કેમ તેનું આયોજન કરવા તાકીદ કરી હતી.

દર્દીનો વોર્ડ જાણવા નવી સિસ્ટમ બનાવાશે
દર્દીના પરિવારજનોને હેલ્પ ડેસ્ક પરથી માહિતી મેળવવામાં પણ તકલીફ પડતી હતી. દર્દી કયા વોર્ડમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ કેવી છે તે જાણવા માટે નવી સિસ્ટમ બનાવવા માટે કલેક્ટરે તાકીદ કરી હતી. જેથી દર્દીના સ્વજનને વ્યવસ્થીત અને સરળતાથી માહિતી ઉપલબ્ધ થઈ શકે. આ સાથે પીઆઈયુને પણ આ તમામ સુવિધાઓ ઓગસ્ટના અંત પહેલા પરિપુર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...