સુરત મહાનગરપાલિકા કોર્ટ કાર્યવાહી ચાલુ હોવા છતાં પણ ટીપી નંબર 39નો પ્લોટ માલિકને બદલે અન્ય કોઈને આપી દેતા હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરનો ઉઘાડો લીધો છે. ત્યારબાદ આજે કોર્પોરેશને તાત્કાલિક અસરથી કોર્ટના હુકમને માન્ય રાખતા મૂળ માલિકને પ્લોટનો કબજો સુપરત કર્યો હતો.
મનપાની ખાનગી એજન્ટ જેવી ભૂમિકા
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે જમીન દલાલ હોય તે પ્રકારની કામગીરી કરી રહ્યા છે. ટીપી નંબર 39માં જે મૂળ માલિકનો પ્લોટ હતો. તે પ્લોટ બીપીન નાથાભાઈ પટેલ સોંપી દીધો હતો. આ બાબતનું હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં પણ અધિકારીઓ તેની ઉપરવટ ગયા હતા.
મૂળ પ્લોટ માલિક પણ યથાવત સ્થિતિ રાખશે
હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તે મુજબ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ કરેલી કામગીરીની આક્રરી ટીકા કરી છે. મૂળ માલિકનો કોર્ટમાં કેસ ચાલે છે. ત્યાં સુધી કબજો આપી દેવા માટેનું જણાવ્યું હતું. કોર્પોરેશનને આજે મૂળ માલિકને પ્લોટ ઉપર બોલાવીને તેમને ચાવી સુપરત કરી હતી.
ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર ક્યારે થશે કાર્યવાહી ?
સુરત મહાનગરપાલિકા શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. લિંબાયત વિસ્તારની ટીપી સ્કીમ નંબર 39માં ભ્રષ્ટાચારનો ખેલ ખેલાયો છે. તેને કારણે સુરત મહાનગરપાલિકાના વહીવટ ઉપર પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કોઈના દબાણમાં આવીને અધિકારીઓએ મૂળ માલિક પાસેથી પ્લોટ છીનવીને અન્ય કોઈને આપી દીધો છે. તે યક્ષ પ્રશ્ન છે. રાજકીય દબાણમાં કૃત્ય કર્યું હોય તો કયા નેતાએ અને પાછળ દોરી સંચાર કર્યો છે. તે પણ બહાર લાવવાની જરૂર છે. પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, સુરત મહાનગરપાલિકા પોતાના હિતેચ્છું અને અંગત વ્યક્તિઓને લાભ આપવા માટે કોઈપણ સીમા પાર કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.