તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Positive Rate Of Corona Transition In Surat Was Only 3 Per Cent, The Municipal Commissioner Said, Adding That 75 Per Cent Beds In Civil Smears Were Vacant.

રાહત:સુરતમાં કોરોના સંક્રમણનો પોઝિટિવિટી રેટ માત્ર 3 ટકા રહ્યો, પાલિકા કમિશનરે કહ્યું, સિવિલ સ્મીમેરના 75 ટકા બેડ ખાલી

સુરત3 મહિનો પહેલા
સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો હોવાનું પાલિકા કમિશનરે કહ્યું હતું.
  • સુરત શહેર કોરોનાના પીક સમયગાળામાંથી પસાર થઈ ગયુ

સુરત શહેરમાં કોરોના સંક્રમણ એપ્રિલ માસમાં ભયંકર જોવા મળી રહ્યો હતો એક પ્રકારે સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો હતો.ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત કોરોના સંક્રમિત દર્દીઓના મોત થતાં વહીવટી તંત્રમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો હતો. ઓક્સિજનની અછતને લીધે દર્દી એના તેના પરિવારજનો ગંભીર આ સ્થિતિમાં મુકાઇ ગયા હતાં. આખરે કંઈક અંશે આ તમામ મુશ્કેલ સમયમાંથી સુરત શહેર જાણે પસાર થયો હોય તેમ આખરે કોરોના સંક્રમણ ન વ્યાપમાં નોંધનીય ઘટાડો થયો છે.

સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત શહેરમાં 14મી એપ્રિલ સુધી ઠીક સમય હતો. જેમાં વધુમાં વધુ દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતાં.આજે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. શહેરમાં પોઝિટિવિટી રેટમાં નોંધનીય ઘટાડો થયો છે. રોજ 104 સેવા પર 204 કોલ આવતા હતા.જે ઘટીને માત્ર 32ની આસપાસ છે. સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં માત્ર 25 ટકા બેડ પર જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અન્ય 75% બેડ અત્યારે ખાલી છે.

ટેસ્ટિંગને કારણે દર્દીઓને ઝડપથી સારવાર મળી
ટેસ્ટિંગને કારણે દર્દીઓને ઝડપથી સારવાર મળી

બીજો વેવમાં સ્થિતિ ગંભીર સર્જાયેલી
શહેરમાં બીજા વેવમાં ખૂબ અલગ અને ગંભીર હતા સુરત શહેરમાં સંક્રમણ થયેલા દર્દીઓનો અભ્યાસ કરતા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે, યુકે વેરિયન્ટ અને ડબલ વેરિયન્ટના કેસો વધુ જોવા મળ્યા હતા જે ખૂબ જ ઘાતક હતા. કોરોના સંક્રમણ રોકવા માટે ધન્વંતરી રથ સંજીવની રથ અને વોર રૂમે ખૂબ મહત્વની અને મોટી જવાબદારી નિભાવી છે. સર્વેલન્સ ડોક્ટરોની ટીમે દર્દીઓને ઓળખવામાં કરવામાં ખૂબ મહેનત કરી છે.

શહેરમાં કોરોનાની સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો.
શહેરમાં કોરોનાની સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો.

ટેસ્ટિંગ મોટા પ્રમાણમાં થયું
સ્પેશ્યલ ઓપરેશન ઓફિસર એન થેન્નારસને જણાવ્યું કે, શહેરમાં ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધારવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં રોજના 15 હજાર ટેસ્ટિંગ થતા હતાં. જે અમે વધારીને 30 થી 32 હજાર સુધી લઈ ગયા હતા. તેમાં પણ જે દર્દીમાં કોરોના સંક્રમણ ના લક્ષણો જણાતા હતા તેમને રેપિડ એન્ટ્રીજન ટેસ્ટ કરાવતા હતાં. જો તે પોઝિટિવ આવે તો સારવાર શરૂ કરતા હતાં. અને જો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો ફરજિયાત પણે તેને RTPCR રિપોર્ટ કઢાવવા માટે પ્રયાસ કરતા હતા. જેમાં 10થી 15 ટકા લોકો પોઝિટિવ આવતા હતાં.જેને કારણે કોરોના સંક્રમણ ઉપર અંકુશ લાવો શક્ય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...