તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:એમ્બ્યુલન્સનો ચાલક ન હોવાથી પોઝિટીવ વૃદ્ધા 1 કલાક હેરાન થયાં

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની ઘટના

સિવિલમાં ઈમરજન્સી સારવાર માટે આવલા વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને કોવિડ હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જ હાજર ન હતો. જેના પગલે એક કલાક સુધી દર્દી અને તેના સંબંધીઓને ટ્રોમામાં જ અન્ય દર્દીઓ વચ્ચે રાહ જોવી પડી હતી. આખરે કલાક બાદ ડ્રાઈવર આવતા વૃદ્ધાને કોવિડ હોસ્પિટલમાં શીફ્ટ કરાયા હતા.ગોડાદરા લક્ષ્મી નારાયણ નગર ખાતે રહેતા નર્મદાબેન વિઠ્ઠલભાઈ મોટેકર(65)ને શ્વાસ લેવામાં તકલીફ થતાં શનિવારે બપોરે સિવિલ લવાયા હતા.

ટ્રોમા સેન્ટર આવેલા નર્મદાબેનનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને ઓક્સિજન પર રખાયા હતા. તેમને કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવાના હતા. પરંતુ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ત્યાં હાજર ન હોવાથી સ્ટાફ દોડતો થઈ ગયો હતો. એક કલાક બાદ ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈ આવતા દર્દીને કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. ત્યા સુધી કોરોના પોઝિટિવ વૃદ્ધા ટ્રોમાં સેન્ટરમાં સામાન્ય દર્દીઓની વચ્ચે એક કલાક સુધી તેમને સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો