નિર્ણય:કોરોનાના કેસ વધવાના બહાને પોલીસ-પાલિકા ડુમસ બીચ ખોલવા માંગતી નથી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શનિવારે ડુમસ બીચપર જતા સહેલાણીઓને પોલીસે પાછા વાળ્યા હતા. આ પૈકીના કેટલાક લોકો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો. - Divya Bhaskar
શનિવારે ડુમસ બીચપર જતા સહેલાણીઓને પોલીસે પાછા વાળ્યા હતા. આ પૈકીના કેટલાક લોકો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો.
  • હોટલ, મંદિરો, મોલ સહિત બજારો ખોલી દેવાયા પણ સુરતીઓ માટે ફરવાલાયક બીચ પર જ પ્રતિબંધ
  • શનિવારે ડુમસ બીચ પર ફરવા ગયેલા સંખ્યાબંધ સહેલાણીઓ પાસેથી દંડ વસૂલ કરાયો

સુરત સહિત રાજયભરમાં હોટલો, મંદિરો, મોલ સહિત બજારો ખોલી દેવામાં આવ્યા છે છતાં સુરત પાલિકા અને પોલીસ કોરોના કેસ વધવાનુ બહાનું કાઢી સુરતીઓ માટે ફરવાલાયક એકમાત્ર ડુમચ બીચ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

કેસ ઓછા હોવા છતાં પાલિકા કમિશનર બંછાનિધિ પાની કહે છે કે, બે દિવસમાં કેસ વધ્યા છે અને ડુમસ બીચ પર સૌથી વધુ ભીડ ભેગી થતી હોવાના કારણે અહીં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જયારે પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું હતું કે, હજુ કોરોના કેસ શૂન્ય થયા નથી એટલે અમે લોકહિતમાં તમામ નિર્ણય લઈએ છીએ અને એ કારણથી વીકએન્ડમાં બીચ પર જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ અંગે પાલિકા કમિશનર સાથે પણ પરામર્શ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...