સચિન GIDC ગેસ કાંડ:માફિયાઓને છાવરવા પોલીસે ફરિયાદ ‘સંવેદનશીલ’ જાહેર કરી, ગેસથી ગંભીર થયેલા ટેન્કરચાલક સામે સાપરાધ માનવવધનો ગુનો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તપાસ ક્રાઈમબ્રાંચને, ચાલકના મોબાઈલના આધારે તપાસ

આ ટેન્કર ભરૂચના દહેજની મલ્ટિ નેશનલ કંપનીનું હોવાની આશંકા છે. જે કંપનીના છેડા ટોચના રાજકીય નેતાઓ સાથે જોડાયેલા છે. આ મલ્ટિ નેશનલ કંપની ફાર્મસીની હોવાની પણ આશંકા છે. બીજી એવી પણ ચર્ચા ઊઠી છે કે, દહેજની આ મોટી કંપનીને બચાવવામાં કોઈ નાની કંપનીનો ભોગ લેવાશે. જેથી પોલીસ હજુ સુધી મોટા માથાને પકડવામાં વિલંબ કરી રહી છે.

બાકી ધારે તો સંડોવાયેલા લોકોને ગમે ત્યાંથી પણ પકડી લાવી હોત. પહેલીવાર એવું બન્યું છે કે, કેમિકલ લીકેજની ઘટનાને પોલીસે સંવેદનશીલ જાહેર કરી માહિતી બહાર પાડી નથી. જો કે, બીજીતરફ એવી ચર્ચા છે કે, કોઈ મોટા કેમિકલ માફિયાને બચાવવા માટે પોલીસે ગોઠવણ કરી છે. આ ઉપરાંત ટેન્કર ચાલકની હાલત પણ નાજૂક હોવાથી હાલમાં પોલીસ કેસ નબળો કરવા મથી રહી હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...