તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુમાન:ફોન સ્નેચરને પકડનાર LR, TRBનું પોલીસ કમિશનરે સન્માન કર્યું

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવારે લોકરક્ષક રાજદીપસિંહ અને ટીઆરબી સાગર પાટીલ ભાઠેનામાં નોકરી પર હતા. ત્યારે બાઇક પર બે સ્નેચર યુવકના હાથમાંથી ફોન ખેંચીને ભાગતા યુવકે સ્નેચરનો કોલર પકડી લેતા તેની બાઇક ધીમી થઈ ગઇ. ટીઆરબી સાગર અને એલઆર રાજદીપસિંહે એક સ્નેચરને પકડી પાડયો હતો. પકડાયેલો ચોર ઇસ્તીયાક રાણા છે. સાંજે બીજા આરોપી સોયેબ સૈયદને પણ ઝડપી પાડ્યો. ઘણા ગુનાઓ ડિટેક્ટ થયા. બંનેની ચપળતા જોઈને પોલીસ કમિશનર અજયકુમાર તોમરે બંનેને પોલીસ કમિશનર ખાતે બોલાવીનેે તેમનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...