આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તા.31મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલના શિમલાથી કેન્દ્ર સરકારની 13 જેટલી જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુયલ સંવાદ કરશે. જેમાં સુરતના લાભાર્થીઓ સાથે પણ સીધો સંવાદ સાધશે. જે કાર્યક્રમના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા નકકી કરાઈ હતી. જેમાં સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 10 વાગ્યે નાણા અને ઉર્જા મંત્રી વિભાગના મંત્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી કનુ દેસાઈના નેજા હેઠળ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટરે દરેક યોજનાના લાભાર્થીઓને લાવવા-લઈ જવાની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પાર્કિગ, સ્ટેજ તેમજ સંવાદ કરનાર 13 લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની સુચનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના અભિયાન, સ્વચ્છ ભારત મિશન, જલજીવન અને અમૃત, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, PMJY યોજના, આયષ્યુ માન ભારત હેલ્થ અને વેલનેશ સેન્ટર તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના આમ 13 યોજનાના લાભાર્થીઓને બહોળી સંખ્યામાં લાભોનું વિતરણ વગેરે અંગે સંવાદ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.