તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદર્શન:કોરોનાકાળમાં મોભી ગુમાવનારી મહિલાઓને પ્લેટફોર્મ પુરું પડાયું

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સોચ ફાઉન્ડેશનની ‘એક હાથ, એક સાથે’ થીમ પર પ્રદર્શની યોજાઈ

કોરોના કાળમાં અનેક પરિવારોએ ઘરના મોભી ગુમાવનાર મહિલાઓને આર્થિક પ્લેટફોર્મ મળી રહે તે માટે એક સોચ ફાઉન્ડેશન દ્વારા એક હાથ, એક સાથે અને વોકલ ફોર લોકલ થીમ પર મહેશ્વરી ભવન ખાતે એક્ઝિબિશનનુંં આયોજન કરવામાં આવ્યું હતું.

એકઝીબિશન અંગે રીતુ રાઠી, વનિતા રાવત, ત્રુષ્ણા યાજ્ઞિક, નિમિષા પારેખ, જેતલ દેસાઇ, એકતા તુલસીયન, સોનલ મહેતાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક કલાકારોની સાથે જ ઘરનો કમાનારા પુરુષની વિદાયથી એકલી પડી ગયેલી મહિલાઓ હાલત દયનીય થઈ ગઈ છે. ત્યારે આવા કપરા સમયમાં આવી મહિલાઓ કે જેમને પ્લેટફોર્મ ની જરૂરિયાત છે તેમના માટે શહેરની એક સોચ ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

ફાઉન્ડેશન દ્વારા વિવિધ સંસ્થાઓની મદદ થી વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવાની સાથે જ જરૂરિયાતમંદ મહિલાઓને પીઠબળ મળી રહે તે માટે આજ રોજ એક હાથ એક સાથ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન 60 થી વધુ મહિલાઓએ સ્ટોલ લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...