તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Piles Of Corpses Could Not Be Dismembered, Only 10% Of The Families Came To Collect The Bones, The Remaining 90% Went To The Ditch.

ભાસ્કર એક્સક્લૂઝિવ:લાશોના ઢગલા એટલા કે અસ્થિ જુદાં ના પાડી શકાયાં, 10% પરિવારો જ અસ્થિ લેવા આવ્યા, બાકીનાં 90% અસ્થિ નાળામાં ગયાં

સુરત3 મહિનો પહેલાલેખક: દુર્ગેશ તિવારી
  • કૉપી લિંક
લાકડીના સહારે અસ્થિઓ વહાવતો ઉમરા સ્મશાનગૃહનો  કર્મચારી. - Divya Bhaskar
લાકડીના સહારે અસ્થિઓ વહાવતો ઉમરા સ્મશાનગૃહનો કર્મચારી.
  • ઉમરા સ્મશાનમાં 3 મહિનામાં 3000 મૃતદેહની અંતિમવિધિ, જેમાંથી 1000ના કોરોના પ્રોટોકોલથી અંતિમસંસ્કાર કર્યા

હિંદુ ધર્મમાં દરેક વ્યક્તિની અંતિમ ઈચ્છા હોય છે કે મર્યા પછી તેના મૃતદેહને ચાર ખભા પર સ્મશાન લઈ જવાય અને તેના અસ્થિનું પવિત્ર નદીમાં વિસર્જન કરાય, જેથી તેમને મોક્ષ મળી શકે. કોરોનાકાળમાં મોક્ષનો માર્ગ વિકટ થઈ ગયો છે, કારણ કે કોરોનાથી મૃત્યુ પામનારાને ના તો ચાર ખભા નસીબ થાય છે, ના તો તેમનું અસ્થિવિસર્જન વૈદિક રીતે થાય છે.

હાલના સંજોગોમાં અંતિમસંસ્કાર પછી મૃતકનાં પરિવારજનો અસ્થિ લેવા પણ નથી આવતાં, તેથી સ્મશાનના કર્મચારીઓ એનાં ઢગલા ના થાય એ માટે અનેક લોકોનાં અસ્થિ નાળામાં વહાવી દે છે. સુરતના ઉમરા સ્મશાનગૃહમાં પણ આ જ સ્થિતિ છે, જ્યાં સ્મશાનના કર્મચારીઓ દિવસ-રાત ત્યાં અસ્થિઓ ભેગાં કરવામાં વ્યસ્ત હોય છે. ભાસ્કર રિપોર્ટરે ઉમરા સ્મશાન જઈને જે દૃશ્યો જોયાં એ ચોંકાવનારાં હતાં.

સૂકાં નાળામાં અસ્થિઓના ઢગલા જોવા મળ્યા
સ્મશાનના કર્મચારીઓ એક લાકડીના સહારે અસ્થિ નાળામાં વહાવી રહ્યા હતા. આ નાળું શહેર બહાર નીકળીને તાપી નદીને મળે છે. સૂકા નાળામાં અસ્થિના ઢગલા સ્પષ્ટ દેખાય છે. નાળામાં નાનાં અસ્થિ અને એની રાખ પણ દેખાય છે. ઉમરા સ્મશાનની ગેસ ચેમ્બરમાં અંતિમસંસ્કાર કરાય છે. હાલ અહીં રોજના ચાર-પાંચ મૃતદેહની અંતિમવિધિ થાય છે. એપ્રિલમાં કોરોના પીક પર હતો ત્યારે સુરતમાં રોજનાં 400 મૃત્યુ થતાં હતાં.

કેવી રીતે માનીએ કે અસ્થિ આપણાં પરિજનોનાં છે?
સુશીલા સાબલે કહે છે, થોડા સમય પહેલાં મારા પતિનું કોરોનાથી અવસાન થયું. કોવિડ પ્રોટોકોલ હેઠળ ગેસ ચેમ્બરમાં તેમના અંતિમસંસ્કાર કરાયા. એ ગેસ ચેમ્બરમાં બીજા પણ અનેકની અંતિમવિધિ કરાઈ. અમે એ અસ્થિ કેવી રીતે લઈ શકીએ? અમે જાણતા હતા કે એમાં બીજા મૃતદેહનાં અસ્થિ અને રાખ પણ સામેલ હોઈ શકે છે. આ મુદ્દે બીજા એક મૃતકના પરિવારજને કહ્યું, ગેસ ચેમ્બરમાં ઘણા મૃતદેહની અંતિમવિધિ કરાઈ, જેમાં આપણા સ્વજનના અસ્થિ કયાં એ કહેવું મુશ્કેલ હોય છે. હાલના માહોલમાં સ્મશાન જવું રહ્યું નથી.

સ્પષ્ટતા: અસ્થિ કેમ હટાવાઈ રહ્યાં છે?
ઉમરામાં ગેસ ચેમ્બરમાં અંતિમસંસ્કાર કરાય છે. ત્યાર પછી ચેમ્બર સાફ કરવી પડે છે. સ્મશાનના કર્મચારી ધર્મેશ કહે છે, અમારે રોજ સફાઈ કરવી જરૂરી છે. કોરોના મૃતકોનાં પરિવારજનો અસ્થિ લેવા પણ નથી આવતાં. મજબૂરીમાં અમારે અસ્થિ અને રાખ બહાર કાઢવાં પડે છે. જો કોઈ અસ્થિ લેવા આવે તો અમે આપી દઈએ, પરંતુ કોઈ લેવા ના આવે તો અમે નાળાના માધ્યમથી એને નદીમાં વહાવી દઈએ છીએ.

તાપીમાં વિસર્જન, ચાર નાળાં બહાર તરફ
ઉમરા સ્મશાનગૃહના ગેસ ચેમ્બર પાછળ દરેક ચેમ્બરના નાળા ખૂલે છે. એમાં બપોરના સમયે અસ્થિ લાકડીથી ધકેલીને બહાર તરફ પડાય છે. ત્યાર પછી ચારેય નાળાં સાફ કરાય છે. આ નાળાં બહાર એક મોટા નાળાને મળે છે, જે સીધું તાપી નદી સાથે જોડાયેલું છે. આ રીતે અસ્થિ તાપીમાં જતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...