તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બે પોલીસ મથકનો ચાર્જ ધરાવતા PIએ 3 આરોપી સામે એક જ ગુનામાં બે વાર FIR નોંધી બે વાર ધરપકડ કરી

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આરોપીઓએ તોડ કરવા કોફીશોપના માલિકને પોલીસના નામે ધમકી આપી હતી
 • સિંગણપોર પોલીસ મથકના પી.આઈ એ.પી. સલૈયા સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

કોફીશોપ શરૂ કરવા પોલીસને રૂપિયા આપવા પડે એમ જણાવી તોડ કરવાના કેસમાં આરોપીઓને એક જ ગુનામાં બે વાર ધરપકડ કરનારા સિંગણપોર પીઆઇ સામે કોર્ટે ગુનો દાખલ કરવા અને ડીસીપી ઝોનને તપાસનો હુકમ કર્યો હતો.આરોપીઓની પહેલાં સિંગણપોર પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો તો જામીન મુક્ત કરવાની જગ્યાએ કતારગામ પોલીસે ફરી ધરપકડ કરીને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પોલીસ મથકનો ચાર્જ તે સમયે PI એ.પી.સલૈયા પાસે હતો.કોર્ટે નોંધ્યુ કે જો આ રીતે થતું હોય ત્યારે સામાન્ય માણસ પણ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને એક મજાકની જેમ જોવા લાગે છે.

આરોપી અંકુર દેર, નવનીત બોદર અને રણજીત દોરિયા સામે સિંગણપોર પોલીસ મથકમાં તા. 21મી માર્ચે ગુનો નોંધાયો હતો અને તે સમયે કતારગામ પોલીસ મથકનો ચાર્જ પણ પીઆઇ સેલૈયા સામે જ હોય બીજા દિવસે પણ એક જ ગુનાની બીજી એફઆઇઆર એક જ આરોપીઓ સામે નોંધાઈ હતી. પહેલાં કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો.

જો કે, પોલીસે કોર્ટના આ ઓર્ડરનું પાલન કરવાની જગ્યાએ આરોપીઓને કતારગામમાં નોંધાયેલાં ગુનામાં ધરપકડ કરીને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરી દીધાં હતા. આથી આરોપીના વકીલ જશવંતિસંહ વાળાએ તેનો વિરોધ કર્યો હતો. કોર્ટે પણ પીઆઇને રૂબરૂ બોલાવી આ બાબતે ખુલાસો માંગ્યો હતો.

60 દિવસમાં તપાસનો રિપોર્ટ મંગાયો
કોર્ટે પીઆઇ સામે કલમ 166-167 હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો આ સેકશન મુજબ જાહેર સેવક જ્યારે અન્યને હાનિ પહોંચાડવાના ઇરાદે કામ કરે ત્યારે આ કલમ લાગતી હોય છે. 60 દિવસમાં તપાસનો રિપોર્ટ મંગાયો છે. કોર્ટે આ આદેશની જાણ એક પત્ર મારફત પોલીસ કમિશનરને પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો