તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વરાછામાં યુવતીના મોર્ફ ફોટા મોકલનાર બનેવી જ નીકળ્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાના વરાછામાં રહેતી 22 વર્ષિય માધુરી( નામ બદલ્યું)નું અજાણ્યાએ સોશિયલ મીડિયા પર તેણીના નામે એકાઉન્ટ બનાવી બીભત્સ મેસેજ અને તેનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો અને મેસેજ માધુરીના ભાઈ-ફોઈને પોસ્ટ કર્યા હતા. આ બાબતે માધુરીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી તુષાર ભુપત બોરડ( 26. રહે. સાંઈ હાઈટ્સ, વીઆઈપી સર્કલ ઉત્રાણ) ની ધરપકડ કરી છે. આરોપી માધુરીનો કૌટુંબિક બનેવી છે. હાલ બેકાર તુષારે માધુરીના પિતા અને અન્યો પાસેથી વેપાર માટે ઉછીના રૂપિયા લીધા હતા. તે પરત કર્યા ન હતા. તેથી માધુરીએ તુષારની પત્નીને કહ્યું કે, તુષાર રૂપિયા પરત નથી કરતો. તુષારની પત્નીએ તુષારને કહ્યું કે માધુરી રૂપિયા માંગે છે. તેથી તુષારને માઠું લાગી આવતા તેણીને બદનામ કરવા માટે આ કૃત્ય કર્યું હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો