તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયનો માહોલ:પોલીસ પર પથ્થર ફેંકાતા હોવાનો વિડીયો FB પર મુકનારો ઝડપાયો

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સલાબતપુરા રેશમ વાડ લખીને ભયનો માહોલ ફેલાવવાની કોશિશ
 • એમબીએનો અભ્યાસ કરેલો દિલીપ મહેતા કુરિયર કંપનીમાં નોકરી કરે છે, ક્રાઇમબ્રાંચના પીએસઆઇ જાતે ફરિયાદી બન્યા

‘સલાબતપુરા રેશમવાડ આવી પબ્લિકને પણ પોલીસ ડિપાર્ટમેન્ટ કંઈ રીતે ધીરજથી સમજાવે, આવી પબ્લિકને વિકાસ કે ડેવલપમેન્ટની જરૂર નથી, શેની જરૂર છે એ કંઈ કહેવાની જરૂર નથી,’ આવો મેસેજ સાથેનો વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં પોલીસની ગાડી ઊભેલી દેખાય અને પોલીસ ઉપર આજુબાજુમાંથી પથ્થર ફેંકવામાં આવતા હોવાનું દેખાય છે. 
આ વિડીયોને કારણે લોકોમાં અફવા ફેલાતા ભયનો માહોલ ફેલાયો હતો. 
આ વિડીયો ફેસબુક મહેતા દિલીપના આઈડી ધારકે મુકયો હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. આવા વિડીયો સોશિયલ મિડીયા પર મુકીને લોકોમાં ભય ફેલાય રહયો છે. જેના માટે ક્રાઇમબ્રાંચની સાયબર ક્રાઇમ સોશિયલ મિડીયા વોટસએપ, ફેસબુક અને ટ્વીટર ખાસ વોચ રાખે છે. જેના અનુસંધાને 12મી તારીખે સાંજે આ વિડીયો પોલીસના ધ્યાને આવ્યો હતો. જેથી ઉપલા અધિકારીની મજૂરી લઈને ક્રાઇમબ્રાંચના પીએસઆઈ ડી.એમ.રાઠોડએ જાતે ફરિયાદી બનીને મહેતા દિલીપ સામે ગુનો નોંધ્યો છે. ક્રાઇમબ્રાંચે મોડીસાંજે આ કેસમાં દિલીપ રવિશંકર મહેતા(રહે,સીતારામનગર સોસાયટી, બોમ્બે માર્કેટ, પુણાગામ)ની ધરપકડ કરી છે. દિલીપ મહેતા એમબીએનો અભ્યાસ કરેલો છે અને કુરિયર કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. પથ્થરમારાનો વિડીયો તેની પાસે આવ્યો હતો તે વિડીયો તેણે સલાબતપુરા રેશમ વાડ લખીને ફેસબુક પર મુકી દીધો જેમાં તે ભેરવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો