શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ અને ગુજરાતની જનતા એક સિક્કાની બે બાજુ છે. જ્યારે અન્ય એક પત્રકાર પરિષદમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, આપ મજબૂત થતા ભારતીય જનતા પાર્ટીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. તેથી જ તેઓ ગુંડાગીરી કરે છે.
પત્રકાર સાથે વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકો દેશભરના લોકોને રોજગારી પુરી પાડે છે. ગુજરાતીઓ વેપારી છે. ગુજરાતના લોકો અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. બંનેનો સબંધ સર્વ શ્રેષ્ઠ છે.તો સામે પક્ષે એક પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ભ્રષ્ટાચાર જેવી મહત્ત્વની બાબતો પર શ્રેષ્ઠ કામ કર્યું છે. સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધારી ને આખા દેશનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું છે.
આમ આદમી પાર્ટી મજબૂત થતા ભારતીય જનતા પાર્ટીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. તેથી જ તેઓ ગુંડાગીરી કરે છે. અમારા પોસ્ટરો ફાડી નાખે છે.અમારા બેનરો ફાડી નાખે છે. અમારા ઝંડા ઉતારે છે. યાત્રા અને રેલીની મંજૂરી આપતા નથી, અમારા કાર્યકરો સામે ખોટી FIR નોંધે છે અને ડર બતાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.