નિર્ણય:પેમેન્ટધારો 30 દિવસ જ રહેશે પ્રોસેસર ક્રેડિટ નોટ આપી શકશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશનની બેઠક

ટેક્સટાઈલ પ્રોસેસિંગમાં પેમેન્ટ ધારો 30 દિવસનો જ રહેશે, પરંતુ પેમેન્ટ આવ્યા બાદ પ્રોસેસર્સ વેપારીને ક્રેડિટ આપી શકશે. પેમેન્ટ ધારાને લઈને નિર્ણય કરવા માટે મળેલી મિટિંગમાં પ્રોસેસર્સ એસોસિએસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટેક્સટાઈલ પ્રોસેસિંગની 8 જેટલી મિલો બંધ થઈ ગઈ છે, ત્યારે મિલોની આર્થિક સ્થિતિ સુધરે અને ટેક્સટાઈલ માર્કેટ સ્ટેબલ થાય તે માટે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિએશન દ્વારા પેમેન્ટ ધારો 30 દિવસનો નક્કી કરવામાં આવ્યો હતો. પ્રોસેસર્સના આ નિર્ણયને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જેને લઈને ફરી એક સોમવારના રોજ સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, ‘પેમેન્ટ ધારો 30 દિવસનો જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. ડિસ્કાઉન્ટ બાબતે પ્રોસેસર્સ પોતાની પાર્ટી સાથે ચર્ચા કરીને જે નક્કી કરશે તે મુબજ વ્યાપારીએ ક્રેડિટ નોટના રૂપમાં આપી શકશે. પ્રોસેસિંગ ચાર્જનું પેમેન્ટ 30 દિવસમાં લેવાનું રહેશે અને 60 દિવસ બાદ પેમેન્ટ ફરજિયાત વ્યાજ સહિત લેવાનું મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે.’

મિલોની સ્થિતિ જોતાં વચ્ચેનો નિર્ણય લેવાયો
સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુક જીતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે, ‘મિલોની સ્થિતિ જોતા અને માર્કેટને સ્ટેબલ કરવું હશે તો યોગ્ય નિર્ણય લેવો પડશે, એટલા માટે સંસ્થાની આજે મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે, પેમેન્ટ ધારો 30 દિવસનો જ રાખવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...