તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સુરતના દર્દીનું હાર્ટ બંધ થતાં એરલિફ્ટ કરી બે કલાકમાં ચેન્નાઈ પહોંચાડાયો; 60 ટકા ઇન્ફેક્શન હતું, એક્મો ટ્રીટમેન્ટ બાદ કોમામાં ગયો હતો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અડાજણના એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોનો થયો હતો. જેમાંથી પતિને બચાવી લેવાયા હતા પરંતુ પત્નીનું મોત થયું હતું. ત્યારબાદ દિકરાનું હૃદય બંધ થતાં ડોક્ટરે મસાજ આપીને હૃદયને ફરીથી શરૂ કરી માત્ર બે કલાકમાં સુરતથી એર એબ્યુલન્સ થકી ચેન્નાઇ પહોંચાડ્યો હતો. અડાજણ આનંદ મહલ રોડ સ્થિત શિવમ નગરમાં રહેતા મહેન્દ્ર કઠ્ઠીવાલા, પત્ની ગીતાબેન અને દિકરા બંટી 25 દિવસ પહેલા પોઝિટિવ થયા હતા.

ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં મહેન્દ્રભાઇ સારા થઈ ગયા હતા. પરંતુ ગીતાબેનનું મોત થયું હતું. પુત્ર બંટીને 60 % ઇન્ફેક્શન હોવાથી તેને વેન્ટિલેટર પર મૂકવાની ફરજ પડી હતી. અંતે બંટીની એક્મો ટ્રીટમેન્ટ શરૂ કરાઈ હતી. આ ટ્રીટમેન્ટમાં બંટી કોમામાં ચાલ્યો ગયો હતો. તેનું હાર્ટ બંધ પડી જતા ડોક્ટરોએ સારવાર માટે ચેન્નાઇની એમજીએમ હેલ્થ કેરનો સંપર્ક કરી પોલીસ કાફલા સાથે બંટીને એર એબ્યુલન્સથકી ચેન્નાઇ પહોંચાડ્યો હતો.

ચેન્નાઇની હોસ્પિટલે દર્દીને લેવાની ના પાડી હતી
હાર્ટ બંધ થઇ જતા ચેન્નાઇની એમજીએમ હેલ્થ કેરે બંટીને દાખલ કરવાની ના પાડી હતી. જો કે, ડો. આલોકે ફરીથી હોસ્પિટલનો સંપર્ક કરી બંટીને ત્યાં મોકલી આપ્યો હતો. બંટીને શુક્રવારે ચેન્નાઇ લઇ જવાના હતા પણ એર એબ્યુલન્સમાં ટેક્નિકલ ખામી આવતા એમ્બ્યુલન્સ શનિવારે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...