તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની નફ્ફટાઇ:108માં લવાયેલા પેશન્ટને તબીબોએ સિવિલ કેમ્પસમાં રઝળતો મુકી દીધો

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તબીબના કહેવાથી દર્દીને સર્વન્ટ બહાર મુકી આવ્યો - Divya Bhaskar
તબીબના કહેવાથી દર્દીને સર્વન્ટ બહાર મુકી આવ્યો
 • ચાલી ન શકવાની સ્થિતિમાં આવેલો દર્દી ભાગ્યાની તબીબે નોંધ કરાવી

નવી સિવિલ ફરી વખત વિવાદમાં આવી છે. ઉન નાકા પાસેથી શનિવારે રાત્રે બન્ને પગમાં ઈજા અને છાતીમાં દુ:ખાવાની ફરીયાદ સાથે મકસૂદ મકબુલ શેખ(45)નામના યુવકને 108માં સારવાર માટે સિવિલ લવાયો હતો. રાત્રે લવાયેલા આ યુવકને સવારે ફૂટપાથ પર છોડી દેવાયો હોવાનું મેડિકલ ઓફિસરના ધ્યાન પર આવતા ડો.ઓમકાર ચૌધરીએ તેને ફૂટપાથ પરથી પરત લાવી દાખલ કરવા સૂચના આપી હતી.

CMOના કહેવાથી દર્દીને ફરી વોર્ડમાં દાખલ કરાયો
CMOના કહેવાથી દર્દીને ફરી વોર્ડમાં દાખલ કરાયો

આખરે આ દર્દીને રવિવારે સવારે ઓર્થો વિભાગમાં દાખલ કરાયો હતો અને પોલીસને જાણ પણ કરી હતી. જોકે, પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે આવો કોઈ દર્દી દાખલ જ કરાયો ન હોવાનું વોર્ડમાંથી જણાવાયું હતું. દર્દી ચાલી ન શકવાની સ્થિતિમાં હતો અને કેવી રીતે ભાગી ગયો તે ચર્ચાતો સવાલ છે. આ દર્દી વોર્ડમાંથી કેસ પેપર સાથે ભાગી ગયો હોવાની વોર્ડમાંથી તબીબે નોંધ કરાવી હતી. નવી સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાગિણી વર્માએ જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાન પર આવી છે. ઈમરજન્સી વિભાગના વડા ડો.દિવ્યાંગ દવેને આ બાબતે તપાસ કરી આવતી કાલે રિપોર્ટ આપવા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો