આત્મહત્યા:‘ભગવાન મેં આ રહા હું’ કહીને દર્દીની સિવિલના ત્રીજા માળેથી મોતની છલાંગ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ડિંડોલીના આધેડ ઘરમાં પડી જતા માથાના ભાગે ઈજા થઈ હતી

‘ભગવાન મેં તુમ્હારે પાસ આ રહા હું’ કહી સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી ભુસ્કો મારી આપઘાત કરી લીધો હતો.દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં જી-3 વોર્ડમાં દાખલ હતો.

ડીંડોલીમાં પ્રિયાનગરમાં રહેતા 55 વર્ષિય અખિલેશ નવલકિશોર સિંગ થોડા દિવસો પહેલા ઘરમાં પડતા માથે ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન માનસિક અસ્વસ્થ હોય તેવું વર્તન કરવા માંડ્યા હતા.વોર્ડ અને પેસેજમાં એકલો ફર્યા કરતો હતો અને બબડતો રહેતો હતો.

ગુરૂવારે મોડી રાત્રે જી-૩ વોર્ડમાં દાખલ અખિલેશ ‘ભગવાન મેં તુમ્હારે પાસ આ રહા હું’ એમ બોલતા બોલતા વોર્ડમાં બહાર જઈ ત્રીજા માળેથી કુદી ગયો હતો. અખિલેશ મેટલની ફેક્ટરીમાં સુપરવાઈઝર હતો.સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

પપ્પા હું તમને વધારે હેરાન કરવા માંગતો નથી કહી યુવકનો ફાંસો
‘પપ્પા હું હેરાન થઈ ગયો છું અને તમને વધારે હેરાન કરવા માગતો નથી, મારાથી તમારું ઋણ ચૂકવી શકાય તેમ નથી, મારે હવે જીવવું નથી, જેથી હું સુસાઈડ કરવા જઈ રહ્યો છું.’ તેવી સુસાઈડ નોટ લખી અડાજણમાં ડી માર્ટની સામે મણીરત્ન પાર્ક રો-હાઉસમાં રહેતા અને એલ એન્ડ ટીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા 30 ‌વર્ષીય આશિષ જેન્તીભાઈ ચાવડાએ ફાંસો ખાઈ લીધો હતો.

મૃતક મૂળ ભાવનગરનો રહેવાસી છે. આશિષની 7 મહિના પહેલા સગાઈ થઈ હતી અને આશિષે પિતાને ત્રણ ચાર દિવસ પહેલા ફોન કરીને હું 8 દિવસની રજા મૂકી વતન આવુ છું કહ્યું હતું. જોકે આશિષે અચાનક જ આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...