નિવેદન:પાટીદાર આંદોલનથી ફેનિલ જેવા એક હજાર ગુંડા પેદા થયા; પૂર્વ યુવા ભાજપ પ્રમુખ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક કાર્યક્રમમાં મનિષ કાપડિયાનું નિવેદન

ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ કાપડિયાએ એક ધાર્મિક કાર્યક્રમમાં પાટીદાર આંદોલનને નિશાન બનાવી કહ્યું કે, ‘પાટીદાર આંદોલનથી બીજુ કંઇ મળ્યું કે નહીં તે ખબર નથી. પરંતુ ફેનિલ જેવા 1000 ગુંડા પેદા થયા છે.’ તેમના આ નિવેદનીથી સોશિયલ મિડિયામાં લોકો દ્વારા રોષ વ્યક્ત કર્યો છે. ધાર્મિક કાર્યક્રમમાં વિવાદત નિવેદન આપ્યા બાદ મનિષ કાપડિયાએ સોશિયલ મિડિયા પર વિડિયો શેર કરી માફી માંગી હતી. વરાછામાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક કાર્યક્રમમાં મનીષ કાપડિયાએ કહ્યું કે, ‘પાટીદાર આંદોલનને કારણે વરાછામાં ફેનિલ જેવા 1000 ટપોરીઓ પેદા થયા છે.

મનીષ કાપડિયાના આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. દરમિયાન મનીષ કાપડિયાના આવા બેજવાબદાર નિવેદનથી નારાજ થઇને પાટીદાર આંદોલન સમિતિના ધાર્મિક માલવિયાએ સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. સાથે સાથે જ પાટીદાર સમાજના અનેક યુવાનો અને લોકોએ મનીષ કાપડિયાની ઝાટકણી કાઢતી પોષ્ટ મુકી હતી.

વીડિયો મૂકી માફી માંગી
મનિષ કાપડિયાના આ નિવેદન બાદ ધાર્મિક માલવિયાએ સોશિયલ મિડિયામાં મનિષને ટેગ કરીને લખ્યું હતું કે, ‘તમારી સરકારની નિષ્ફળતા અને નપુંસકતાને પરિણામે સમાજમાં દૂષણો પ્રવેશ્યા છે તે સ્વીકારો. આંદોલનથી શું ફાયદો થયો તે ગુજરાતના કરોડો લોકો જાણે છે.’ જો કે, મનિષે નિવેદન બાદ સોશિયલ મિડિયામાં વિડિયો મૂકી માફી પણ માગી હતી.

અન્ય સમાચારો પણ છે...