વિવાદ:સુરતમાં પાલ-ઉમરા બ્રિજને એક વર્ષ પૂર્ણ છતાં હજી નામકરણ નહીં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક વર્ષ બાદ પણ પાલ-ઉમરા બ્રિજની તખ્તી હજી પણ કોરીને કટ છે. - Divya Bhaskar
એક વર્ષ બાદ પણ પાલ-ઉમરા બ્રિજની તખ્તી હજી પણ કોરીને કટ છે.
  • સાંસ્કૃતિક સમિતિમાં પણ દરખાસ્ત મુકાઇ હતી પણ હજી સુધી નિર્ણય જ લેવાયો નથી

પાલ-ઉમરા બ્રિજ ને લઇ ને વિવાદ અટકવાનું નામ નથી લેતો! બ્રિજમાં નડતરરૂપ મકાન નહીં આપી ગ્રામજનોએ વિરોધ કર્યો હતો તેથી બ્રિજ અધુરો જ રહી ગયો હતો છ વર્ષ સુધી તેથી બ્રિજ લટકી પડ્યો હતો, તો બીજો વિવાદ બ્રિજ ના નામાકરણ ને લઈ ને ચાલી આવે છે. આજે બરોબર એક વર્ષ બ્રિજ લોકાર્પણ ને પૂર્ણ થઇ રહ્યું છે છતાં પણ આ મહત્ત્વના બ્રિજનું હજી સુધી નામાકરણ જ થઈ શક્યું નથી.!

૧૦ લાખ લોકોના લાભાર્થે સાકાર થયેલા આ બ્રિજ પર નામાકરણ અંગે તક્તિ પણ મુકાઇ છે પરંતુ તક્તિ છેલ્લા એક વર્ષથી નામ વગર ખાલી જ છે. બ્રિજ ના નામાકરણ અંગે ઉમરા ગ્રામજનો ની માંગ ને પગલે પાલ-ઉમરા બ્રિજનું નામ `શ્રી રઘુ રામ સેતુ` રાખવા અંગે ના કામ માટે અગાઉ સાંસ્કૃતિક સમિતિમાં દરખાસ્ત પણ આવી હતી. પરંતુ રાજકારણ રમાતાં સમિતિ કોરમ ના અભાવે નામાકરણ નું કામ મુલતવી રહી ગયું હતું. ત્યાર બાદ આ દરખાસ્ત પર હજી સુધી નિર્ણય કરવામાં આવ્યો જ નથી તેથી બ્રિજ નું નામાકરણ જ છેલ્લા એક વર્ષથી અદ્ધરતાલ જ રહી ગયું છે.

નિતીન પટેલનું હજી પણ તક્તીમાં નામ નથી મુકાયું!
શહેરના પાલ-ઉમરા બ્રિજ ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે બરાબર એક વર્ષ પહેલાં ૧૧ જુલાઇ ૨૦૨૧ રવિવાર ના રોજ બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણમાં પણ ત્યારે વિવાદ થયો હતો, સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલે બ્રિજ નું ઉદ્ઘઘાટન તો કર્યું હતું પરંતુ ત્યારે તક્તિ માં નામ નો ઉલ્લેખ જ નહીં હોવાનું જોતાં ડે.સીએમ નિતીન પટેલ ડઘાઇ ગયાં હતાં અને પોતાના હસ્તે ઉદ્ઘાટન કરવા માંગતા ન હતાં પરંતુ સીએમ વિજય રૂપાણીએ પરાણે તેમનો હાથ પકડી ને રિબિન છોડાવી ઉદ્ઘાટન કરાયું હતું,

આ વિડિયો પણ ત્યારે સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો. પાલ-ઉમરા બ્રિજ ની પાલિકા દ્વારા ઉદ્ઘાટન અંગે ની તૈયાર કરાયેલી તક્તિ માં નિતીન પટેલનું નામ જ ઉડાવી દેવાયું હતું આ વિવાદ ગરમાતાં ત્યારે મેયર હેમાલીબેન બોઘાવાલાએ તક્તિ બદલવામાં આવશે અને તક્તીમાં ડે.સીએ નિતીન પટેલ નું નામ ઉમેરાશે તેમ કોલ પણ આવ્યો હતો પરંતુ વર્ષ ના વહાણાં વિતવા છતાં પણ હજી સુધી તક્તિ બદલાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...