તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઝાંપાબજારની ‘આદર્શ ચા’ના માલિકનું કરંટ લાગવાથી મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેયુર પટેલ - Divya Bhaskar
કેયુર પટેલ
  • મિત્રો સાથે પાન ખાવા ગયા ત્યારે વીજપોલ સાથે હાથ અડ્યો હતો

ઝાંપાબજારમાં વર્ષોથી ચાલતા જાણીતા આદર્શ ચા સેન્ટરના માલિકને અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેની પાનની દુકાન નજીક ઇલેકટ્રીક થાંભલામાંથી કરંટ લાગ્યો હતો. આ બનાવમાં યુવાન વેપારી બેભાન થઇ જતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. અડાજણ પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા કેયુર શશીકાંત પટેલ (ઉ.વ.38) શહેરના ઝાંપા બજાર ખાતે આદર્શ ચા સેન્ટરના નામે દુકાન ચલાવી રહ્યા હતા.

આદર્શ ચા ના ટેસ્ટને લીધે કેયુરભાઈ શહેરમાં ચા રસિયાઓમાં ખાસ્સા એવા ફેમસ હતા. દુકાનના સંચાલક કેયુરભાઈ ગુરુવારે સાંજે દુકાનેથી ઘરે પરત ફર્યા હતા અને રાત્રે મિત્રોને મળવા અને પાન ખાવા માટે અડાજણના ગંગેશ્વર મહાદેવ નજીકના ઘંટાવાલા પાન સેન્ટર પર ગયા હતા. જયાં ઇલેકટ્રીક થાંભલાને કેયુરનો અચાનક હાથ અડી જતાં ભેજ વાળા વાતાવરણને લીધે વીજ કરંટ લાગ્યો હતો. જેને પગલે રસ્તા ઉપર પટકાતા બેભાન થઇ ગયા હતા.

ઘટના અંગે પિતરાઇ ભાઇ કમલને જાણ થતાં તેઓએ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં કેયુરને ખસેડયો હતો જ્યાં વધુ સારવાર મળે એ પહેલા જ કેયુરભાઈનું મોત નિપજયું હતું. કેયુરભાઈને બે સંતાનો છે. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. કેયુરભાઈની માતા અમેરિકા હોવાથી તેઓ આવ્યા પછી અંતિમ વિધિ કરવામાં આવશે એવું કેયુરભાઈના પરિવારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...