તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન કેસ:સિટીલાઈટમાં બાળકના મોતમાં 5 કારના માલિક શંકાના દાયરામાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 26 સફેદ કારમાંથી 18 કારના માલિકોનાં નિનવેદન લેવાયાં, ઉમરા પોલીસે સોસાયટીના 5 સિક્યુરિટી ગાર્ડને ઊંચક્યા

સિટીલાઇટની સુર્યપ્રકાશ રેસિડેન્સીમાં સાડા ત્રણ વર્ષના માસુમને કેમ્પસમાં જ અડફેટે લઇ તેનું મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં 9 દિવસ બાદ પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી હતી. જોકે તેની સાથે સાથે ઉમરા પોલીસે 26 જેટલી સફેદ રંગની કારમાંથી 18 કાર માલિકોના િનવેદન લીધાં હતા. જેમાંથી 4થી 5 કાર માલિકો તરફ હાલ શંકાની સોય તકાઇ છે.એન્ટ્રી ગેટ પર લાગેલા ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમમાં ઘટના સમયના પહેલા અને પછીના 15 મિનિટોની તપાસ કરવા પ્રયાસ કર્યો હતો.

જો કે આ સિસ્ટમમાં માત્ર બે દિવસનો ડેટા હોવાની વાત પરિવારને જાણવા મળી છે. બાળકના માતા-પિતા શુકવારે સવારે પોલીસ કમિશનરને મળ્યા હતા અને ચાલકને ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી. શુક્રવારે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મૃતક બાળકના પરિવારની મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી અને તેમણે સુર્યપ્રકાશ રેસિડેન્સીના રહીશો સાથે એક બેઠક કરીને જણાવ્યું હતું કે આ ઘટનામાં જવાબદાર પોતે સામેથી પોતાની જવાબદારી સ્વીકારી લે નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

હિટ એન્ડ રનમાં માસુમના મોત બાદ કેમ્પસમાં બિલ્ડિંગના છેડા પર સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે. મૃતક બાળકની સાથે અન્ય 4 બાળકો રમતા હતા. તેઓ સફેદ રંગની કાર એન્ટ્રી ગેટ પરથી આવી ‘એ’ બિલ્ડિંગ તરફ જવાની વાત કરી હતી. આ સમયે ત્યાં ગાર્ડ પર હોવાની પરિવારે વાત કરી છે. જેણે બાળકને ઊંચકવાની કે તેના પરિવારને જાણ કરી ન હતી. જેના કારણે 13 વર્ષનો બાળક અકસ્માતગ્રસ્ત બાળકને ઊંચકી લઈ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...