• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Outflow Of Water Was Increased As The Water Level Of Ukai Dam Crossed The Rule Level Of 333 Feet Against The Inflow.

રુલ લેવલની મથામણ:ઉકાઈ ડેમની સપાટી 333 ફૂટને પાર થતાં આવકની સામે પાણીની જાવક વધારી, સિંગણપુર કોઝવેની સપાટી 8.39 મીટર થઈ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમ - Divya Bhaskar
ઉકાઈ ડેમ

ભારે વરસાદની આગાહી વચ્ચે ઝરમર વરસાદે ઝાપટા સુરત શહેર અને જિલ્લામાં પડી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ કરતાં ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી ગઈ છે. ઉકાઈની સપાટી હાલ 333.16 ફોટો નોંધાય છે. જેથી પાણીની આવક ડેમમાં જે થઈ રહી છે. તેના કરતાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યો છે.

એક ઇંચ સુધી વરસાદ નોંધાયો

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાત્રિના બાર વાગ્યાથી સવારના 10:00 વાગ્યા સુધીમાં સુરતના ચોર્યાસી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા પાણી સીધું જ જમીનમાં ઉતરી રહ્યું છે. તેથી આ વરસાદ ઉભા પાકને માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે.જેથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ઉકાઈની સપાટી માટે મથામણ

ઉકાઈ ડેમની સપાટી ઉપરવાસના વરસાદને આધારે વધઘટ કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગતરોજ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટને પાર કરીને 334 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. ત્યારે આજે ડેમમાં પાણીની આવક ઘટીને 63,193 ક્યુસેક નોંધાય છે. જેની સામે ડેમમાંથી 71,694 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી 333.16 ફૂટ નોંધાય છે. તો આજ રીતે પાણીની આવક સામે જાવક વધારવામાં આવશે તો ડેમ રોડ લેવલ નજીક પહોંચી જશે અને તેનાથી પણ નીચે જાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે.કોઝવે ની સપાટી 8.39 મીટર નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...