કામગીરી:રેપના વીડિયોથી બ્લેકમેલ કરી બીજા બેએ પણ દુષ્કર્મ કર્યું હતું, અત્યાર સુધીમાં કાફે સંચાલક સહિત કુલ 6ની ધરપકડ

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરથાણાના કાફેમાં કિશોરી સાથે બળાત્કાર ગુજારવાનો કેસ

સરથાણામાં કાફેના કપલ બોક્સમાં કિશોરીપર બળાત્કાર ગુજારવાના બનાવની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કિશોરીના બળાત્કારના વીડિયો થકી તેણીને બ્લેકમેલ કરીને અન્ય યુવકોએ પણ તેના બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય માધુરી ( નામ બદલ્યું છે) ની રત્નકલાકાર સચિન કુકડિયા( 18 વર્ષ)(રહે. નંદનવન સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ) નામના યુવક સાથે સોશિયલ સાઈટ પર મિત્રતા થઈ હતી.

સચિન અને તેનો રત્નકલાકાર મિત્ર કિશન ડાભી માધુરીને સરથાણામાં આ‌વેલા અવધ વાઈસરોય કોમ્પ્લેક્સમાં કાફેમાં લઈ ગયા હતા. કાફેના કપલ બોક્સમાં સચિન કુકડિયાએ માધુરી સાથે બળાત્કાર ગુજારી તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. આ વીડિયોના આધારે આરોપીઓ માધુરીને બ્લેકમેલ કરતા હતા. આ ગુનામાં પોલીસે આરોપી સચિન કુકડિયા ઉપરાંત આરોપી કિશન ડાભી (રહે.મણીપાર્ક સોસાયટી, કતારગામ) અને આરોપી વૈભવ બગદરીયા ( ભગુનગર સોસાયટી, કતારગામ) અને કાફેે સંચાલક વિનોદ રાજેન્દ્ર પ્રસાદ ખટીક(રહે. શિકોતેરધામ સોસાયટી,વડોદરા)ની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપી વૈભવે તેના રિક્ષા ચાલક મિત્ર મયુર(20 વર્ષ)ને કિશોરી સાથે ગુજારેલા બળાત્કારનો વીડિયો આપ્યો હતો. આ વીડિયોના આધારે મયુરે માધુરીને બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી રિક્ષાચાલક મયુરે તે વીડિયો તેના મિત્ર લાલાને આપ્યો હતો. લાલાએ પણ અન્ય આરોપીઓની જેમ માધુરીને બ્લેકમેલ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સરથાણા પોલીસે આરોપી મયુર અને લાલાની પણ ઘરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...