ચેમ્બરની એરપોર્ટ એવિએશન કમિટીની મંગળવારે મિટીંગ મળી હતી, જેમાં નવું ટર્મિનલ બિલ્ડીંગ અને પાર્કિંગ મુદ્દે ચર્ચા થઇ હતી, એપ્રિલમાં નવી 3 ફ્લાઇટ શરૂ થશે. નાઇટ પાર્કિંગની વ્યવસ્થા પણ કરાશે. ટર્મિનલના એક્સપાન્શન અને પાર્કિંગ સહિતના મુદ્દાઓને લઇને સભ્યો એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીને મળ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે આગામી 2-3 મહિનામાં ટર્મિનલ બિલ્ડીંગનું કામ પુરુ થઇ જશે તો નવું પ્રવેશદ્રાર થોડા દિવસોમાં તૈયાર થઇ જશે. ઉપરાંત સુરતથી 3 શહેરોને નવી કનેક્ટીવીટી મળશે જે માટે એરલાઇન્સ કંપનીએ એપ્રિલથી સ્લોટ પણ મેળવી લીધા છે.
એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે. નવા 6 એરક્રાફ્ટ પાર્કિંગ માટેની મંજૂરી મળ્યા બાદ એરલાઇન્સ કંપનીઓ ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરશે. એરપોર્ટ માટે હાલમાં રન-વે ઉપર લાઇટીંગ, ફ્લાઇટ ટેકઓફ અને નડતરરૂપ બિલ્ડીંગો, એરપોર્ટ વચ્ચેથી પસાર થતી ગેસની પાઇપલાઇનો, જિંગા તળાવ, પાર્કિંગમાં ટેક્સી ચાલકોની દાદગીરી સહિતના મુદ્દાઓ છે જેના પર કોઇ ચર્ચા થઈ ન હતી.
અમારા બે જ મુદ્દા હતા, જે અંગે ચર્ચા કરી છેઃ ચેમ્બર
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ બેઠક અંગે કહ્યું હતું કે, અમારા માત્ર બે જ મુદ્દા હતા, જેમાં નવા ટર્મિનલ બિલ્ડીંગનો મુદ્દો અને પાર્કિંગનો મુદ્દો હતો. આ મુદ્દે અમારી કમિટિએ નિરીક્ષણ કરીને એરપોર્ટ ડિરેક્ટરની સાથે રૂબરૂ ચર્ચા કરી માહિતી મેળવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.