શહેરમાં અલગ અલગ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. સરથાણાના વૃદ્ધે ઘર પરથી મોતની છલાંગ લગાવી હતી. જ્યારે અમરોલીમાં મહિલાએ અનાજમાં નાખવાની દવા પી જીવંત ટુંકાવ્યું હતું.
કેન્સરથી પીડિત વૃદ્ધે આપઘાત કર્યો
સરથાણા ખાતે સેલિબ્રેશન હોમ વૈભવ બંગલોમાં રહેતા જાગાભાઈ પોપટભાઈ ઢોલરિયા (ઉ.વ. 66)એ ઘર પરથી મોતની છલાંગ લગાવી હતી. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા. સરયાણા પોલીસના કહેવા મુજબ મૂળ અમરેલીના વતની જાગાભાઈ બે વર્ષથી ગળાના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમનું ઓપરેશન પણ કરાયું હતું. દરમિયાન બીમારીથી કંટાળી જઈ તેમણે જીવનનો અંત આણ્યો હતો.
પિતાના મોત બાદ મહિલા આઘાતમાં સરી પડ્યા હતા
અમરોલી સાયણ રોડ પર આવેલી સન્ડે રેસિડેન્સમાં રહેતા અનસોયાબેન દિનેશભાઈ વસોયા (ઉં.વ. 47)એ ગત તા. 21મીએ ઘરમાં અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ અનસોયાબેન સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, પેરાલિસિસની બીમારીથી પીડિત પિતાના મૃત્યુ બાદ અનસોયાબેન આઘાતમાં સરી પડ્યા હતા. દરમિયાન અનસોયાબેને ઝેર ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.