બદલીથી અનેક તર્ક વિતર્ક:સુરત એરપોર્ટ પરથી રૂપિયા 6 કરોડ રૂપિયાના હીરા પકડનાર અધિકારીની 8માં દિવસે જ બદલી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદલી મામલે ડાયમંડ લોબી પણ શંકાના દાયરામાં

સુરત એરપોર્ટ પરથી રૂપિયા 6 કરોડ રૂપિયાના ડાયમંડ પકડાવાની ઘટનાના માત્ર આઠ દિવસ બાદ જ ડાયમંડ પકડવાનું આ સમગ્ર ઓપરેશન પાર પાડનારા અધિકારીની બદલી જામનગર કરી દેવામાં આવતા હવે આ મામલે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. જોકે અધિકારીની બદલી થવાના પ્રકરણમાં કસ્ટમ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરના લીધે આ બદલીઓ થઈ હોવાનું ચર્ચા થઈ રહી છે.

કસ્ટમ વિભાગમાં એડિશનલ કમિશ્નર મનીષ કુમારની બદલી જામનગર કરાઈ હતી. અને મનીષ કુમારના સ્થાને જામનગરથી મહાવિર ચૌહાણની બદલી સુરત કસ્ટમ ખાતે કરવામાં આવી છે. કસ્ટમ અધિકારીના બદલી પ્રકરણમાં ઉલ્લેખનીય છે કે શારજાહથી આવતી ફ્લાઇટમાં આઠ દિવસ અગાઉ 14 લાખનું ગોલ્ડ અનેે એક મુસાફર કે જે શારજાહ જઇ રહ્યો હતો તેની પાસેથી રૂપિયા 6 કરોડના ડાયમંડ પકડાયા હતા.

એરપોર્ટ પરથી 6 કરોડના રૂપિયાના ડાયમંડ પકડાવવાના આ કેસની ખાસ્સી એવી ચર્ચા પણ જાગી હતી. કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોર તેમજ બદલી પાછળ હીરાપ પકડાયા બાદ ડાયમંડ લોબીની સક્રિયતાના મુદ્દા પણ ચર્ચાઇ રહ્યા છે.

મીતના કેસમાં પણ અગ્રણીની ભૂમિકા
કહેવાય છે કે અગાઉ મીત કાછડિયાના રૂપિયા 200 કરોડથી વધુના કેસમા પણ એક ડાયમંડ અગ્રણીની ભૂંડી ભૂમિકા રહી હતી અને હાલ આ કેસમાં પણ અધિકારીઓ એ ચેક કરી રહ્યા હતા કે આ 6 કરોડ ડાયમંડ કયા ટોપીના હતા. સમગ્ર કેસ પર ઠંડું પાણી રેડવા માટે પણ બદલી કરી દેવાય હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...