તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Office Building Of The Education Committee Will Be Shifted, The Office Will Be Shifted To A School In Kanskiwad As It Is Dilapidated.

સ્થળાંતર:શિક્ષણ સમિતિની કચેરીની બિલ્ડિંગનું સ્થળાંતર કરાશે, ઓફિસ જર્જરિત થતાં કાંસકીવાડની સ્કૂલમાં ખસેડાશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોપીપુરા ખાતે આવેલી કચેરીનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા કચેરીને ભાગળ નજીક આવેલી એક સ્કૂલમાં શિફ્ટીંગ કરવાની નોબત આવી છે. ગ્રાઉન્ડ ફલોર વત્તા 2 માળની આ કચેરી 25થી 30 વર્ષ જૂની છે. બિલ્ડીંગ જર્જરિત તો થઇ છે સાથે પાણી લીકેજને લઇ રિનોવેશન પાછળ ખર્ચ કરવા છતાં લિકેજ બંધ થયું ન હતું.શિક્ષણ સમિતિની કચેરીને હરિપુરા, કાંસકીવાડ ખાતે આવેલી શાળા નં 72માં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. શિફ્ટીંગની કામગીરી પૂર્ણ થયા બાદ ત્યાંથી જ કચેરીનો સમગ્ર કારભાર થશે અને શિક્ષણ સમિતિની વહીવટી પ્રક્રિયા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિની નવી કચેરી બનાવવાનું આયોજન પણ વર્ષોથી કાગળ પર જ રહ્યું છે. સૈધ્ધાંતિક મંજૂરી મળી ગયા બાદ જગ્યાને લઇ કામ અટવાયું હતું. પાલિકાના ભવિષ્યમાં બનનાર નવા વહીવટી ભવનમાં શિક્ષણ સમિતિની કચેરીને લઇ જવા વિચારણા થઇ હતી. જોકે હાલમાં તો નવી કચેરી બનાવવાની ફાઇલ ટલ્લે ચઢી ગઇ છે.નોંધનીય છે કે હરિપુરાની શાળા નં. 72 ઘણા સમયથી વિદ્યાર્થીઓની સંખ્યા નહીંવત હોવાથી બંધ કરવામાં આવી છે, આ જગ્યા પર શિક્ષણ સમિતિની કચેરીના હંગામી ધોરણે સ્થળાંતરિત કરી કામગીરી આગળ ધપાવાશે.

અન્ય સમાચારો પણ છે...