તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:ગોડાદરામાં રહેતી નર્સને બે મહિનાથી હોસ્પિટલથી આવતાં જતાં સોસાયટીવાસીઓ હેરાન કરતાં

સુરત10 મહિનો પહેલા
વરાછા હોસ્પિટલ આવતી જતી ગોડાદરાની નર્સને સોસાયટીવાસીઓ હેરાન કરતાં હતાં.
  • નર્સે પોલીસમાં લિંબાયત પોલીસને જાણ કરી હતી
  • સોસાયટીવાસીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

હાલ કોરોનાના વાઈરસના કારણે હોસ્પિટલ જતાં લોકોની સ્થિતિ કફોડી બની છે. લિંબાયત ગોડાદરામાં રહેતી નર્સ વરાછાની ગાયનેક હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આવે છે. આ મહિલા નર્સને સોસાયટીના લોકો આવતાં જતાં હેરાન પરેશાન કરતાં હતાં. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસની ફરિયાદના આધારે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે મહિનાથી હેરાનગતિ ચાલતી હતી

ગોડાદરામાં રહેતા પિન્કીબેન શર્માએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ફેલાયું ત્યારથી ડ્યુટી પર આવતાં જતાં અટકાવતા હતાં અને શાબ્દિક રીતે હેરાનગતિ કરતાં હતાં. જેથી પોલીસના અધિકારીઓને મળીને ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ધરી છે.

સોસાયટી પ્રમુખ સામે ગુનો દાખલ

પોલીસ ઈન્સપેક્ટર મકવાણાએ જણાવ્યું હતું કે, નર્સને હેરાનગતિ થતી હોવાની ફરિયાદ મળી જેના આધારે પ્રમુખ સહિતના અન્ય સોસાયટીના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલા ગાયનેક હોસ્પિટલ વરાછા વિસ્તારમાં નોકરી કરે છે. જેને લોકોએ હેરાન કર્યા હતાં. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો