તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોતાના જીવની પરવા કર્યા વિના કોરોનાની સ્થિતિને થાળે પાડવા માટે ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ દિવસ-રાત કામ કરી રહ્યાં છે. આવા જ એક કિસ્સામાં ડીંડોલી હેલ્થ સેન્ટર ખાતે નર્સ મનીષાબેન રાઠોડ ફરજ બજાવે છે. આઠ મહિનાનો ગર્ભ હોવા છતાં ડયુટી પરથી રજા લઈને ઘરે આરામ કરવાના બદલે વેકસિન માટે લાઈનમાં ઉભા રહેલા લોકોનું રજીસ્ટ્રેશન કરવા પહોંચી જાય છે.
ઉપરી અધિકારી કહે છે છતાં રજા લેતા નથી
છેલ્લા આઠ મહિનાથી તેઓ સતત કોરોનાની ડયુટીમાં જોડાયેલા છે. અગાઉ બે વખત મીસકેરેજ થઈ ગયુ હોવાથી પરિવાર ડ્યુટી પર જવાની ના પાડે છે, ઉપરી અધિકારીઓ રજા લઈને ઘરે આરામ કરવાનું કહે છે પણ પોતે સ્વસ્થ અને તંદુરસ્ત હોવાના કારણે કપરા સમયમાં લોકોની સેવા કરવાની તક ચૂકવા નથી માંગતા તે માટે મનીષા રાઠોડ પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
આ દિવસો લોકોની સેવા કરવાના છેઃ નર્સ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, પ્રેગ્નન્સીનાં ત્રીજા જ મહિને તેઓ પોઝિટિવ આવ્યા હતા. 15 દિવસ સારવાર બાદ સ્વસ્થ થઈને તેઓ પાછા ડયુટી પર જોડાઈ ગયા હતા. શરૂઆતમાં તેમની ડયુટી પોઝેટિવ આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની હતી. આ માટે તેઓ દરેક પોઝેટિવ વ્યકિતના ઘરે જતા અને તેમની પૂછપરછ કરીને સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાની કામગીરી કરી રહ્યાં હતા. વેકસિન શરૂ થઈ ત્યારથી તેમને વેકસિન સેન્ટર ખાતે ડયુટી સોંપવામાં આવી હતી. તેઓ કહે છે કે, અત્યારે સ્ટાફની ખૂબ જ અછત છે આ સંજોગોમાં પોતે રજા ઉપરી ઉતરી જાય એ યોગ્ય ન કહેવાય. મારો પરિવાર, મારા સ્ટાફના સાથી અધિકારીઓ, મારા ઉપરીઓ તમામ મને કહે છે કે, રજા લઈને તું આરામ કર પણ આ દિવસો લોકોની સેવાના છે, આરામ કરવાના નથી. અને એટલે જ હું ફરજ બજાવું છું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.