સસ્પેન્ડ કરવાની ચિમકી:પેનલ્ટી ભરીને SGST ફાઇલ કરનારના નંબરો પણ સસ્પેન્ડ કરી દેવાની ચિમકી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ કેટલાંક નંબર સસ્પેન્ડ પણ કરી દીધા હોવાની બૂમરાણ​​​​​​​

સમયસર રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ કાયદા મુજબ પેનલ્ટી ભરીને રિટર્ન ફાઇલ કરી શકે છે, પરંતુ એસજીએસટીમાં હાલ કેટલાંક અધિકારીઓ કાયદા મુજબ રિટર્ન ફાઇલ કરનારાઓને પણ નંબર સસ્પેન્ડ કરવાની ચિમકી આપી રહ્યા છે અને કેટલાંક નંબર સસ્પેન્ડ પણ કર્યા છે. સમગ્ર બાબત અમદાવાદ વડી કચેરીએ પણ પહોંચી છે. નવાઈની વાત એ છે કે, વેપારીઓ પાસે બાંયધરી પણ લેવાઈ છે કે હવેથી તેઓ મોડેથી રિટર્ન ફાઇલ નહીં કરે. સી.એ. નિરજ બજાજ કહે છે કે તારીખ પર રિટર્ન ફાઇલ નહીં થાય અથવા રિટર્ન ભરવાનું ચૂકી જાય છે તેમને ડિપાર્ટમેન્ટ નંબર સસ્પેન્ડ કરવાની નોટિસ આપી શકે છે.

અનેક વેપારી ચૂકી જાય છે
ટેક્સ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહ કહે છે કે સમયે રિટર્ન ભરવાનું કેટલાક વેપારીઓ ચૂકી જતા હોય છે એટલે તેઓ પેનલ્ટી-લેટ ફી સાથે રિટર્ન ફાઇલ કરે છે. માર્કેટમાં કેટલાંક વેપારીઓ પેમેન્ટ આવે ત્યારે પેનલ્ટી સાથે રિટર્ન ફાઇલ કરી દે છે. નંબર સસ્પેન્ડ થાય તો વેપારી ધંધો જ કરી શકતા નથી અને અન્ય વેપારી ક્રેડિટ જોઈ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...