તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના કહેરમાં સુરત એરપોર્ટથી પેસેન્જરોની નોંધપાત્ર અવરજવર વધી છે. છેલ્લા 7 જ માસમાં એરપોર્ટ પર પેસેન્જરોની અવર જવર 1600થી 68,000 પર પહોંચી ગઈ છે. ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનના આદેશ બાદ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સે પોતાની ફ્લાઇટ ટેકઓફ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં જ ગત 22મી મેથી મંજૂરી મળતા જ એરલાઇન્સોએ એક પછી એક સુરત એરપોર્ટથી પોતાની ફ્લાઇટ ટેકઓફ કરી હતી. જેને કારણે એરપોર્ટથી અવર જવર કરનારા પેસેન્જરોમાં વધારો નોંધાય રહ્યો છે.
સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈની કહે છે કે, મે મહિનામાં 1616 અને નવેમ્બરમાં 67,952 પેસેન્જરોની અવર જવર નોંધાય છે. આમ એરપોર્ટ પર સાત જ મહિનામાં પેસેન્જરોની અવરજવર 1600થી 68,000 પર પહોંચી ગઈ છે. નવેમ્બર મહિનામાં 32,704 પેસેન્જરો આવ્યા છે તો 35,248 પેસેન્જરો ગયા છે. આમ, એરપોર્ટથી 67,952 પેસેન્જરોની અવર જવર નોંધાય છે.
કયા માસમાં કેટલા પેસેન્જરોની અવરજવર
મહિનો | પેસેન્જરો |
મે | 1616 |
જૂન | 9343 |
જુલાઈ | 8858 |
ઓગસ્ટ | 18792 |
સપ્ટેમ્બર | 44841 |
ઓક્ટોબર | 57642 |
નવેમ્બર | 67952 |
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.