અનલોકની અસર:સુરત એરપોર્ટ પર જૂનના 28 હજાર સામે જુલાઇમાં મુસાફરોની સંખ્યા બમણી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત એરપોર્ટ પર જૂલાઈમાં 56,630 મુસાફરોની અવરજવર

કોરોના હળવો થતા 2 માસમાં સુરત એરપોર્ટથી અવર જવર કરતા મુસાફરોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. ડિરેક્ટર અમન સૈનીએ કહ્યું કે,2021ના એપ્રિલમાં કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા એરપોર્ટ પર આરટીપીસીઆર ફરજિયાત કરાતા મુસાફરોની સંખ્યા ઘટી હતી.માર્ચમાં 96,086 મુસાફરો નોંધાયા હતા. જૂન બાદ કેસ ઘટતા મુસાફરોની સંખ્યા વધી છે. જૂનમાં 28,581 અને જૂલાઇમાં 56,630 નોંધાયા છે. બે માસમાં 368.18% વધારો નોંધાયો છે.

ફ્લાઇટોની અવર જવર પણ બે ગણી
છેલ્લા બે માસમાં સુરત એરપોર્ટ પર ફ્લાઇટની અવર જવર પણ બે ગણી નોંધાય છે. મેમાં 262 ફ્લાઇટની અવર જવર હતી. જૂનમાં 294 અને જૂલાઇમાં 510 ફ્લાઇટની અવર જવર નોંધાય છે. મુસાફરો વધતા ફ્લાઇટની સંખ્યા પણ વધારાઈ છે.

મુસાફરો વધતા ફ્લાઈટની સંખ્યા વધારાઈ

2020પેસેન્જરો
જૂન9,343
જૂલાઈ8,858
ઓગસ્ટ18,792
સપ્ટેમ્બર44,841
ઓક્ટોબર57,642
નવેમ્બર67,952
ડિસેમ્બર74,415
2021પેસેન્જરો
જાન્યુઆરી87,227
ફેબ્રુઆરી96,949
માર્ચ96,086
એપ્રિલ48,089
મે15,381
જૂન28,581
જૂલાઇ54,630

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...