વર્લ્ડ ફેમિલી ફિઝિશ્યન ડે:સુરતમાં જનરલ પ્રેક્ટીસનર્સની સંખ્યા ચિંતાજનક સાત વર્ષમાં માત્ર 150 ફેમિલી ફિઝિશ્યન જ વધ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MBBS બાદ પીજીનું પ્રમાણ વધતા ફેમિલી તબીબો ઘટ્યા
  • શહેરની લાખોની વસ્તી સામે હાલ 650 ફેમિલી ફિઝિશ્યન જ ઉપલબ્ધ

આજે વર્લ્ડફેમિલી ફિઝિશ્યન ડે છે. 19 મે આંતરરાષ્ટ્રીયફેમિલી ડોક્ટર્સ દિવસ તરીકે ઉજવાય છે. સામાન્ય બિમારી હોય એટલે સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ સારવાર માટે પહેલી પ્રાથમિકતા ઘર નજીકનાફેમિલી ડોક્ટરને આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એમબીબીએસના અભ્યાસ બાદ અનુસ્નાતકના અભ્યાસનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે નવા જનરલ પ્રેક્ટીસનર્સની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે.

શહેરની વાત કરીએ તો 7 વર્ષ અગાઉ ફેમિલી ફિઝિશ્યનની સંખ્યા 500 હતી તે વધીને માત્ર 650 થઈ છે. એટલે કે 7 વર્ષમાં શહેરમાં માત્ર 150ફેમિલી ફિઝિશ્યનો વધ્યા છે જે વસ્તીના પ્રમાણમાં ખુબ જ ઓછા છે.ફેમિલી ફિઝિશ્યનનો અલગ અભ્યાસક્રમ શરૂ કરવા શહેરનાફેમિલી ફિઝિશ્યનો દ્વારા મત વ્યકત કરાયો છે.

અનુસ્નાતક કોર્સમાં ફેમિલી પ્રેક્ટિસને મહત્વ આપવું જરૂરી
દરેક દર્દી ફેમિલી ફિઝિશિયન સાથે ફેમિલી જેવા સંબંધ રાખે છે. સંકોચ વગર ચર્ચા કરી શકે છે. આજે એમબીબીએસના અભ્યાસ પછી મોટાભાગના તબીબ અનુસ્નાતકના અભ્યાસની પસંદગી કરે છે જેના કારણે નવા જનરલ પ્રેકટીસનર્સ સમાજમાં ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. અનુસ્નાતક કોર્સમાં ફેમિલી પ્રેક્ટિસને મહત્વ આપવુ જોઈએ. - ડો. હરેશ ભાવસાર, પ્રમુખ,ફેમિલી ફિઝિશ્યન એસો., સુરત

આવનારા દિવસોમાં સારા ફેમિલી ડોક્ટર નહી મળે
સામાન્ય શરદી, ખાસી, તાવની સારવારમાં સામાન્ય પરિવારને બિન જરૂરી ખર્ચમાંથી બચાવીફેમિલી ફિઝિશ્યનો સારવાર આપે છે. પરંતુ દિવસે દિવસે સામાન્ય ક્લિનિકોની સંખ્યા ઘટી રહી છે.ફેમિલી તબીબોની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા પ્રયાસ જરૂરી છે નહિતર આવનાર 5-15 વર્ષ પછી સારા એલોપેથીકફેમિલી ડોક્ટર નહી મળે. - ડો. જયેન્દ્ર કાપડીયા,ફેમિલી ફિઝિશ્યન

MD ઈન ફેમિલી મેડીસીનનો કોર્ષ શરૂ કરવો જોઈએ
સુરતમાંફેમિલી ડોક્ટરોની સંખ્યા ઘટી રહી છે. નવા એમબીબીએસ ડોક્ટરો અનુસ્નાક થવા પર ભાર મુકે છે. ત્યારે લોકહિતમાં સરકારે ડિપ્લોમાંફેમિલી મેડીસીન અને એમડી ઈનફેમિલી મેડીસીનના કોર્ષ શરૂ કરવા જોઈએ.જેથી લોકોને પરવડે તેવી સારવાર મળી શકે તેમજ જ્યાં સ્પેશિયાલીસ્ટની જરૂર જણાય તો સામાન્ય દર્દીને માર્ગદર્શન પણ આપી શકે છે. - ડો. વિનોદ શાહ,ફેમિલી ફિઝિશ્યન

અન્ય સમાચારો પણ છે...