તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:શહેર અને જિલ્લામાં વધુ 262 સાથે કોરોના પોઝિટિવની સંખ્યા 25,000ને પાર

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે વધુ 4 દર્દીના મોત, 274 સાજા થયા

શહેરમાં 155 અને જિલ્લામાં 107 કેસ સાથે શહેર જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 262 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 25 હજારને પાર કરી 25135 થઈ છે. ગુરુવારે શહેરમાં બે અને જિલ્લામાં બે દર્દીઓ મળી વધુ 4 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ગુરુવારે શહેરમાંથી 163 અને જિલ્લામાંથી 111 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 21806 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે.

87 વર્ષીય વૃધ્ધા સહિત 4 નાં મોત
શહેર જિલ્લામાં બુધવારે વધુ ચાર કોરોના દર્દીના મોત નિપજ્યા છે. જેમાં નાનપુરાની 60 વર્ષીય વૃદ્ધા અને અલથાણની 87 વર્ષીય વૃદ્ધા તેમજ જિલ્લામાં બારડોલીના 68 વર્ષીય વૃદ્ધ તેમજ કુંભારીયાના 67 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.

એરપોર્ટ કર્મી, તબીબ સહિત અનેક સપડાયા
સાઉથ વેસ્ટ ઝોનમાં શેર ટ્રેડર, 3 વિદ્યાર્થી, 2 વકીલ, એરપોર્ટ કર્મી, વેસ્ટ ઝોનમાં 2 વિદ્યાર્થી, ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ, વરાછા ઝોનમાં સેન્ટ્રલ ઝોનમાં જરીના વેપારી, લિંબાયત ઝોનમાં ડોક્ટર, સાઉથ ઝોનમાં નર્સ પોઝિટિવ આવ્યા છે.

સિવિલના નર્સ કોરોનાને હરાવી ફરજ પર હાજર
સિવિલના આઈસીયુ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા 27 વર્ષીય નર્સ દિવ્યાબેન બામણેને કોરોના થતા 14 દિવસ હોમ આઈસોલેટ રહી ફરીથી કોવિડ વોર્ડમાં જ કોરોના દર્દીઓની સેવા કરવા જોડાયા છે. તેમણે જણાવ્યું કે, પરિવાર જેવા જ માહોલમાં અહીં દર્દીઓને સારવાર આપી ઘરે મોકલીએ છે.

અગ્રણી ઉદ્યોગકાર મહેન્દ્ર ચૌધરીનું કોરોનાથી મોત
શહેરના પ્રતિભા ગ્રુપના ઉદ્યોગકાર પ્રમોદ ચૌધરીના મોટાભાઈ મહેન્દ્ર ચૌધરીનું કોરોનાથી નિધન થયું છે. ટેક્સટાઈલ સેક્ટરમાં મિલ કલ્ચર સ્થાપવાની સાથો-સાથ લિનન ફેબ્રિક્સના પ્રોડક્શનમાં પણ મહેન્દ્ર ચૌધરીનું આગવું સ્થાન રહ્યું છે. કોરોનાની સાથે તેઓ ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...