હવામાન:ઉત્તર પૂર્વના પવનથી રાત્રિનો પારો 2 ડિગ્રી ઘટતાં ઠંડી વધી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પવનની દિશા બદલાતાં ધુમ્મસનું પ્રમાણ ઘટ્યું
  • બે દિવસમાં​​​​​​​ પારો 23.6થી 2 ડિગ્રી ઘટીને 21.6 થશે

છેલ્લા કેટલાક દિવસથી રાત્રે બફારાના માહોલ વચ્ચે બુધવારે રાત્રિનો પારો 2 ડિગ્રી ગગડીને 23.6 ડિગ્રી થતાં થોડી રાહત અનુભવાઇ હતી. દરિયાઈ પવનની દિશા બદલાઈને ઉત્તરપૂર્વ થતાં તાપમાન ઘટ્યું છે. દરિયાઈ પવન ફુંકાવાના બંધ થતાં વહેલી સવારે વાતાવરણમાં ભેજનો ઘટાડો થઈ 69 ટકા થઈ ગયો હતો. જેને લઇ બુધવારે સવારે ધુમ્મસનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.

ડિસેમ્બરના પહેલા વીકથી જ ઠંડી વધશે
શહેરીજનોએ કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. દક્ષિણ ભારત તરફ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની છે, જેને કારણે 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં ફરી બદલાવ આવી વાદળછાયું રેહશે. પવનની દિશા ફરી દરિયા તરફથી આવતી થઈ જશે, જેને કારણે રાત્રિનું તાપમાન વધવાથી ઠંડીની અસર ઓછી થશે.

અન્ય સમાચારો પણ છે...