હવામાન:બર્ફિલા પવનોનું જોર વધતાં આગામી 5 દિવસ ઠંડી વધશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં દિવસના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો
  • પારો 2થી 3 ડિગ્રી સુધી ગગડી શકે એવી આગાહી

હિમાલય રિઝનમાં હિમવર્ષા શરૂ થતાં ઉત્તરીય બર્ફિલા પવનોનું જોર વધ્યું છે. શહેરમાં આગામી દિવસમાં કડકડતી ઠંડીની અસર જોવા મળશે. જેને લઇ ઠંડીનો પારો આગામી 5 દિવસમાં 2થી3 ડિગ્રી સુધી ગગડી શકે છે. શનિવારે મોડી સાંજથી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થયા હતા. જેથી કાલે ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. શહેરમાં વિતેલા બે દિવસ હળવા વરસાદની આગાહી હતી. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ નબળી પડતાં માત્ર આંશિક વાદળછાયું વાતાવરણ જ જોવા મળ્યું હતું. વરસાદ વરસ્યો ન હતો. આ સિસ્ટમ દૂર થતાં ઠંડીનો ચમકારો શરૂ થશે.

શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી અને લઘુત્તમ 18.9 ડિગ્રી હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 90 ટકા અને સાંજે 35 ટકા હતું. ઉત્તર દિશાથી 8 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. ગઇકાલની સરખામણીએ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો જ્યારે લઘુત્તમમાં 1.3 ડિગ્રીનો વધારો થયો છે. આગામી વીકમાં14 ડિગ્રી નીચે ઠંડી પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...