રાજય સરકારે ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા લાગુ કરાયેલા ઇમ્પેકટ ફી કાયદાને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને લઇ પુર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહે રાજય સરકાર સમક્ષ આ કાયદામાં સુધારાે કરવાે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.રજુઆત મુજબ, ગુડા-2022 મુજબ પાર્કિંગ જીડીસીઆરની જોગવાઇ મુજબ છોડવુ ફરજીયાત છે. જે ઈમ્પેક્ટ ફીના અમલ માટે ખુબ જ ઇન-પ્રેક્ટીકલ છે, અને તેમાં પણ નિયમ મુજબ પાર્કિંગ માત્ર ગેરકાયદે બાંધકામ માટે કે સમગ્ર બાંધકામ (કે જે અગાઉ જુના નિયમોમાં મંજુર થયેલ છે) ની સ્પષ્ટતા ન હોવાથી, ઓથોરીટી સમગ્ર બાંધકામ માટે CGDCRના નિયમ લગાડે છે.
જેથી કોમર્શિયલ બિલ્ડીંગમાં પાર્કિંગ મળે એમ નથી, આ નિયમમાં તત્કાલ CGDCR કરતા GDCR કરવું જરૂરી છે. જે પ્લાનો જુના મંજુર છે અને જેતે સમયે ફાયરના નિયમો નહીં હોવાથી ફાયર સુવિધા નથી. આવા મકાનો જુના હોય ફાયરની સુવિધા (ખાસ કરીને વોટર ટેન્ક, સ્પ્રીન્કલર) શક્ય નથી. આવા મકાનોમાં માત્ર મિનિયમ સગવડ સાથે પરમિશન આપવી જરૂરી છે.
ગૃડા હેઠળ પ્લાન મંજૂર ન થાય તો ઇજનેર જવાબદાર
ગૃડા મુજબ જો કોઇક સંજોગોમાં પ્લાન ગૃડા હેઠળ મંજુર ન થાય તો સઘળી જવાબદારી ઇજનેર-આર્કિટેક્ટ, સ્ટ્રક્ચરલ ઇજનેર પર નાંખી આવા મકાન તોડવાની જવાબદારી તેઓ પર નખાઇ છે, કાયદાકીય રીતે આવી કોઇ સત્તા ઇજનેર-આર્કિટેક્ટ પાસે નથી. જો તેઓ આમાં નિષ્ફળ જાય તો ક્રિમીનલ ઓફેન્સ ગણી પગલા લેવાની સંમતિ આપતુ બાંહેધરી મંગાય છે. જે યોગ્ય નથી. ગેરકાયદે મકાનને બનાવતા ઓથોરીટી રોકી ન શકી તો તેના માટે ગૃડાની જરૂર પડી, તો આ નિયમ મકાન માલિક અથવા સંબંધિત ઓથોરીટીને લાગુ પડવંુ જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.