નિર્ણય:નવા ડ્રાઇવિંગ લાયસન્સ હવે 2021માં મળશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકોએ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આવતા વર્ષની રાહ જોવી પડશે. વર્ષ 2021ના જાન્યુઆરી મહિના સુધી લાયસન્સ માટેની અપોઈમેન્ટ અવેલેબલ નથી. અરજી કરવા માંગતા નવા અરજદારોને ઓનલાઇન એપ્લાય કર્યા બાદ લાયસન્સની કોમ્પ્યુટર એક્ઝામ માટે જાન્યુઆરી મહિના કે એ પછીની અપોઈમેન્ટ મળી રહી છે. નવા અરજદારે પહેલા લર્નિંગ લાયસન્સ મેળવવાનું હોય છે. જેનું કામકાજ હવે અલગ અલગ આઈ.ટી.આઈ. તેમજ પોલીટેક્નિક કોલેજમાં ચાલી રહ્યું છે.એક કોલેજની રોજની 20થી 25 જ અપોઈમેન્ટ મળતી હોવાને લીધે વેઇટિંગ લિસ્ટ જાન્યુઆરી સુધી લંબાય ગયું છે.જાન્યુઆરીના પહેલા અઠવાડિયા બાદની જ અપોઈમેન્ટ મળે છે. માર્ચ પહેલા પાકુ ડ્રાઇવિંગ લાયસન્સ મળી શકે એમ નથી.

અન્ય સમાચારો પણ છે...