બાર કાઉન્સિલના ઇલેકશનનું પરિણામ જાહેર થયા બાદ આજે પહેલી સાધારણ સભા મળી હતી. શરૂઆતમાં કેટલાંક વિવાદ બાદ બધુ સમૂસુતરુ પાર પડયુ હતુ. જો કે, કાઉન્સિલના મેમ્બરો નું સિલેકશન નહી થતાં વાત ઇલેકશન તરફ જઇ રહી છે જો આવુ થયુ તો આ બારના ઇતિહાસમાં પહેલીવાર હશે.
આજે સાધારણ સભામાં પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી સહિતનાઓએ પદભાર સંભાળી લીધો હતો. કાઉન્સિલના સભ્યો સિલેક્ટ કરવા માટે આજે જે નામો નક્કી કરવામા આવ્યા હતા તેમાં દરેકની સહમતી ન સધાતા. હવે આગામી મિટિંગમાં આગળનું નક્કી થશે. સંભવત: સિલેકશન થઈ જાય એવી માહિતી મળી રહી છે.
વકીલોના હીત માટે કામ કરાશે
બારના ઉપ પ્રમુખ અમર પટેલે કહ્યુ કે આગામી સમયમાં વકીલોના હિત માટે કામ કરાશે. નવી કોર્ટ હવે સંપૂર્ણ બિલ્ડિંગ સેન્ટ્લ એસી હશે. અગાઉ આવુ નહતુ. બાર પ્રમુખ પીટી રાણાએ કહ્યુ કે પહેલા એસી નહતી પરંતુ સત્ર ન્યાયાધિશના પ્રયાસોના લીધે આ શક્ય બન્યુ છે.
હાઇકોર્ટની બેન્ચનો પડકાર રહેશે : વકીલ આલમના સૂત્રો કહે છે કે હાઇકોર્ટની બેન્ચ સુરત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે એ જરૂરી છે. કેમકે અનેક કેસો સુરતથી હાઇકોર્ટ જાય છે અને વકીલો ઉપરાંત પક્ષકારોએ હાઇકોર્ટ સુધી જવુ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.