તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કોરોનામાં માસીનું મોત થતા ડિપ્રેશનમાં ભાણેજે ફાંસો ખાધો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અડાજણના 32 વર્ષીય યુવકને માસી સંતાનની જેમ રાખતા હતા
  • સુસાઇડ નોટમાં લખ્યું કે, અંતિમ સંસ્કાર હિરલબેન પાસે કરાવજો

કોરોનામાં માસીનું મોત થયા બાદ ડિપ્રેશનમાં આવી ગયેલા અડાજણના હનીપાર્કમાં રહેતા 32 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવા પહેલા યુવકે સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું કે, મારા અંતિમ સંસ્કાર હિરલબેન પાસે કરાવજો, મારૂ પાકિટ કબાટમાં મુકેલું છે, પાકિટમાં એટીએમ કાર્ડ છે તે તું રાખજે, સોરી હિરલબેન, મને માફ કરજો, સુસાઇડ નોટમાં જે લખ્યું તે પ્રમાણેની વાતનો એક વિડીયો પણ આપઘાત કરવા પહેલા યુવકે બનાવ્યો હતો. તે વિડીયો મોબાઇલમાંથી પોલીસને મળ્યો છે. વિડીયો તેણે કોઈને સેન્ડ કર્યો ન હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અડાજણના હનીપાર્ક ખાતે મુક્તાનંદ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ધવલ જગદીશભાઈ ચૌહાણે 11મી તારીખે મોડીરાતે પોતાના ઘરમાં હીચકાના કડા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ધવલ તેની માસી સાથે રહેતો હતો પરંતુ મહિના પહેલા જ માસીનું કોરોનામાં મોત થયું હતું. જેથી તે એકલો પડી ગયો હતો. ધવલે લગ્ન પણ કર્યા ન હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે, ધવલ 4 વર્ષની ઉંમરનો હતો તે વખતે તેના પિતાનું અવસાન થયું અને તેની માતા ઘર છોડી ચાલી ગઈ હતી. ત્યાર પછી તેની માતાનો કોઈ પત્તો નથી.

ધવલ 4 વર્ષનો હતો તે વખતથી માસીએ તેને પોતાના સંતાનની જેમ રાખ્યો હતો. જેથી માસીના મોત પછી તે સતત ટેન્શનમાં રહેતો હતો. ધવલ લોન્ડ્રીની દુકાન ચલાવતો હતો પરંતુ હાલમાં કોરોનાની મહામારીને કારણે દુકાન ખોલી શકાતી ન હોવાથી તે ઘરમાં એકલો બેસી રહેતો હતો. બનાવ અંગે વધુ તપાસ અડાજણ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...