તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કેમિકલ ચોરીના તાર વાપી સુધી વધુ ત્રણનાં નામ સામે આવ્યા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાટપોર કેમિકલ ચોરી કેસ: 7 આરોપી જેલમાં
  • ગોડાઉન પરથી 3 ડાયરીઓ પણ મળી

ભાટપોરના કેમિકલ ચોરી પ્રકરણમાં 7 આરોપીઓના રિમાન્ડ પુરા થતા લાજપોર જેલ મોકલી અપાયા છે. રિમાન્ડમાં આરોપીઓ પાસેથી સીઆઇડી ક્રાઇમે કેમિકલ ચaોરીની ચોંકાવનારી વિગતો મેળવી છે. જેમાં વધુ 3 નામો બહાર આવ્યા છે. કેમિકલ ચોરીના તાર વાપી સુધી છે. વાપીની ફેકટરી જ્યાં ચોરીનું કેમિકલ સપ્લાય કરવામાં આવ્યું ત્યાંથી સીઆઈડીએ કેટલીક હકીકતો મેળવી છે. ગોડાઉન પરથી મળેલી 3 ડાયરીઓમાંથી બેનંબરી હિસાબો પણ સામે આવ્યા છે.

ભાગતા ફરતા મુખ્ય સૂત્રધારો પૈકીના કેટલાક સીઆઈડીના હાથમાં આવી ગયા હોવાની વાત જણાઇ છે. જો કે આને સીઆઈડી ક્રાઇમે આ બાબતને સત્તાવાર સમર્થન આપ્યું ન હતું. કેમિકલ ચોરીમાં માસ્તર માઇન્ડ નીતીન બટકો, કામરેજનો મુન્નો ભરવાડ, ફાઇનાન્સર જહાંગીરપુરાનો જીગ્નેશ ચૌહાણ અને જસપાલસિંહ જેઠવા ઉપરાંત અન્ય 3 નામો વધુ બહાર આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...